આ લતે તો ઘણાના ઘર કર્યા બરબાદ! જાણો ક્યાં ઝેરી દારૂ પીવાને કારણે થયા 5 લોકોના મોત

બિહાર(Bihar)માં ઝેરી દારૂએ(Poisonous liquor) ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં ઝેરી દારૂ પીવાના કારણે 5 લોકોના શંકાસ્પદ મોત(5 people died)નો મામલો સામે આવ્યો છે. ઝેરી દારૂ પીને બે લોકો ગંભીર રીતે બિમાર પડ્યા છે, જેમને સદર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્થાનિક પોલીસે મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. ઓગસ્ટની શરૂઆતમાં પણ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી ડઝનેક લોકોના મોત થયા હતા. તે સમયે સ્થાનિક પ્રશાસન અને પોલીસે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી, પરંતુ થોડા દિવસો બાદ ફરી એકવાર દારૂ પીવાના કારણે પાંચ લોકોના મોત થયા હતા.

મળતી માહિતી મુજબ, મૃતકના પરિજનોએ દારૂ પીધો હોવાની સ્પષ્ટતા કરી છે. આ પછી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. દારૂ પીવાથી મોતનો આ મામલો ગરખા પોલીસ સ્ટેશન વિસ્તારના ભુઆલપુર ગામનો જણાવવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ લોકોએ ગુરુવારે મુચકનપુર પાસે ગેરકાયદેસર દારૂ વેચનાર પાસેથી દારૂ ખરીદ્યો હતો. દારૂ પીધા પછી એક પછી એક બધાની તબિયત બગડતી ગઈ. છેલ્લા 24 કલાકમાં નકલી દારૂ પીવાથી 5 લોકોના મોત થયા છે. એક જ ગામમાં 5 લોકોના મોત બાદ સ્થાનિક વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે છાપરા સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ બાદ સાચું કારણ સ્પષ્ટ થશે.

મૃતકોની થઇ ઓળખ:
મૃતકોની ઓળખ રામજીવન રામ, રોહિત સિંહ, લોહા સિંહ, પપ્પુ સિંહ અને અલ્લાઉદ્દીન તરીકે થઈ છે. દારૂ પીવાથી સતત મોત થતા ગામમાં ખળભળાટ મચી ગયો છે. લોકો પોતપોતાના પરિવારજનોને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસે વિસ્તારમાં ધામા નાખ્યા હતા અને આરોપીઓને પકડવા માટે દરોડા શરૂ કરી દીધા હતા. આબકારી અધિક્ષક રજનીશ કુમારે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતા જ વિભાગની ટીમ ગામમાં પહોંચી અને તપાસ શરૂ કરી. તેમણે કહ્યું કે તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે મામલો શું છે. જોકે, તાજેતરમાં માકરમાં ઝેરી દારૂના કારણે 13 લોકોના મોત થયા બાદ ગરખામાં પણ આવો જ એક કિસ્સો સામે આવતાં દારૂબંધી પર સવાલો ઉઠી રહ્યા છે.

1 વર્ષમાં ઝેરી દારૂના કારણે 50 લોકોના મોત:
છેલ્લા એક વર્ષમાં છપરામાં દારૂના કારણે 50થી વધુ લોકોના મોત થયા છે. આમાંના ઘણા મૃત્યુ પ્રશાસનની નજરમાં નથી. છાપરાના માકરમાં દારૂના કૌભાંડની ઘટના બાદ ફરી એકવાર મહિલાઓની આંખમાં આંસુ આવી ગયા છે અને મહિલાઓ સવાલ કરી રહી છે કે સરકાર જણાવે કે દારૂબંધી સફળ કેમ નથી થતી? હજુ મામલો થાળે પડ્યો ન હતો કે ભુલપુર ગામમાં દારૂની ઘટના બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *