લોકસભા ચૂંટણીની પ્રચાર માટે જૂનાગઢની સભામાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર રાગ આલોપ્યો હતો.ચૂંટણી પ્રચારમાં હજી સુધી કોઈ પક્ષે દેશના મહાપુરુષોના નામ લઈને મતદારોને રીઝવવાના પ્રયાસ શરુ નથી કર્યા તે પહેલા પ્રધાનમંત્રી એ સરદારના નામથી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, સરદારને પાડી દીધા, મુરારજીને પાડી દીધા હવે મારો વારો છે. દેશમાં બે પીએમ હોવા જોઇએ? કોંગ્રેસ આવી માંગણી કરે છે. જમ્મુ-કાશ્મિરમાં અલગ પીએમને કોંગ્રેસ સમર્થન આપે છે. ચાવાળાએ પાંચ વર્ષ કાઢી નાખ્યા, ગુજરાતની માટીની આ તાકાત છે. દેશ સુરક્ષિત હશે તો બધુ થશે. તમારા દિકરાએ ચોકીદારે જે સરકાર ચલાવી એ જોઈને તમને ગર્વ થાય છે? ભ્રષ્ટાચારનો કોઈ ડાઘ નથી લાગ્યો ગર્વ છે ને? કોંગ્રેસના ગોટાળામાં એક નવું નામ જોડાયું છે. સુબ્રતો સાથે નવો ગોટાળો કોંગ્રેસનાં ખાતામાં આવ્યો છે. કોંગ્રેસ ગરીબનાં મોઢામાંથી મળવાપાત્ર આહાર છીનવી એના નેતાના પેટ ભરે છે. મધ્યપ્રદેશમાં સરકાર બની 6 મહિના નથી થયા હવે મધ્યપ્રદેશ કોંગ્રેસનું ATM છે. રાજસ્થાન અને છત્તીસગઢની હાલત પણ કદાચ આ થઇ શકે છે. કોંગ્રેસની કહાની એક પરિવારમાં જ છે.
જૂનાગઢના મતદારોને સાવજો સાથે સરખાવીને મોદી એ કહ્યું કે, સાવજો વચ્ચે આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. પાંચ વર્ષ માટે આદેશ લેવા આવ્યો છું. ચોકીદાર ચૌક્કના હૈ, પૈસા લૂંટવા કોંગ્રેસ સત્તામાં આવે છે, ગરીબ બાળકોનો કોળિયો છીનવી લૂંટે છે.મોદી આતંકવાદને હટાવવાની વાત કરે છે કોંગ્રેસ મોદીને હટાવવાની, કોઇ ગાળ મને દેવામાં બાકી નથી રાખી. જવાનોએ પરાક્રમ કર્યું પાકિસ્તાનમાં અને ભારતમાં કોંગ્રેસને પેટમાં દુખે છે. જવાનો જીવતા પાછા આવ્યાં એટલે કંઇ ન થયું, કોઇને કંઇ થયું હોત તો મોદીના વાળ ખેંચી લેત. મોદી 43 મિનિટ બોલ્યા, શહીદોના નામે વોટ માગ્યા, પ્રથમવાર વોટ કરનાર યુવાનોને કહ્યું તમારો વોટ શહીદ જવાનોને સમર્પિત કરીને આપજો.