જીગ્નેશ મેવાણીએ કરી એવી રજૂઆત ૧૮૨ ધારાસભ્યો કરે તો રાતોરાત ગુજરાત કોરોના મહામારીમાંથી બહાર આવી જશે

પત્રકાર હિતેશ સોનાગરા: કોરોના મહામારી દિવસેને દિવસે વધતી જાય છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ ઑક્સિજનની અછત જોવા મળી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના…

પત્રકાર હિતેશ સોનાગરા: કોરોના મહામારી દિવસેને દિવસે વધતી જાય છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ ઑક્સિજનની અછત જોવા મળી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) ધારાસભ્ય ની ગ્રાન્ટ માંથી તેમના મત વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવા માટેની મંજૂરી મુખ્ય સચિવને પત્ર લખીને માંગી છે.

જીગ્નેશ મેવાણીનું કહેવું છે કે, આવનારા મહિનામાં પરિસ્થિતિ વધુ વિકટ બનવાની શક્યતા છે આવા સંજોગોમાં મારા મત વિસ્તારમાં પણ હાલમાં ચિંતાજનક પરિસ્થિતીનું નિર્માણ થયું છે. વડગામના phc અને chc ખાતે ઓક્સિજન ભયંકર અછત જોવા મળી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા આગળની શું? રણનીતિ છે.તેની પણ નક્કર માહિતી મળી રહી નથી. આવી મહામારીમાં એક પણ એવો દિવસ નથી ગયો કે અમારી પાસે ઓક્સિજન અને વેન્ટિલેટર ની માંગણી કરતો ફોન ના આવ્યો હોય. વડગામ વિધાનસભાના વિસ્તાર ના લોકો દ્વારા રેમદેસિવીર ઇન્જેક્શનની પણ માંગણી કરવામાં આવી રહી છે.

આવી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ધારાસભ્યોને મળતી 1.50 કરોડની ગ્રાન્ટમાંથી 30 લાખ ઓક્સિજન પ્લાન્ટ નાખવા માટે, રૂપિયા 10 લાખના વેન્ટીલેટર વસાવવા માટે અને રૂપિયા 10 લાખના રેમદેસિવિર ઇન્જેકશન ખરીદવા માટે અમે તૈયાર છે તે અંગેનો પત્ર મુખ્ય સચિવને લખી ને ધારાસભ્યએ મંજુરી માંગી છે.

હાલની પરિસ્થિતિ ની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતને કારણે દર્દીને દાખલ પણ કરતા નથી જો વડગામ તાલુકાના મત વિસ્તારમાં ઓક્સિજન પ્લાન્ટ ની મંજૂરી વહેલીતકે આપવામાં આવે તો અનેક કોરોના ગ્રસ્ત દર્દીઓનાં અમૂલ્ય જીવન બચી શકે તેમ છે. જો આવી રજૂઆત કરીને રાજ્યના તમામ ધારાસભ્યો સરકાર પર દબાણ લાવે તો રાજ્ય સરકારે તેની તિજોરીઓ ખોલવી પડે અને ગુજરાતીઓને બચાવવા તમામ સંસાધનો રાતોરાત ગુજરાત પાસે પ્રાપ્ય થઇ જાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *