ગુજરાત સરકારની મોટી સફળતા: હવે કોઈ પણ શહેરમાં વીજળી નહિ જાય. જાણો વિગતે

Sponsors Ads

ગુજરાતના ચાર કરોડ કે તેથી વધુ લોકોને પીવાનું પાણી પૂરુ પાડી રહેલો નર્મદા નદી પર નો સરદાર સરોવર ડેમ ખરેખર ગુજરાતના લોકો માટે આધારરૂપ સાબિત થયો છે. છેલ્લા ત્રણ વર્ષથી ઓછા વરસાદને કારણે નર્મદા ડેમ પૂરો છલકાય શકતો ન હતો. 2017માં સરદાર સરોવર ડેમની સર્વોચ્ચ સપાટી એટલે કે 138 મીટર સુધીના દરવાજા બંધ કરી દેવાયા હતા. ત્યારબાદથી નર્મદા ડેમમાં પાણીનો આવરો ઓછો રહ્યો હતો પરંતુ આ વખતે નર્મદા ડેમની સપાટી 131 મીટરને પાર કરી જતા ડેમ ઓવરફલો થઇ ગયો છે.

Sponsors Ads

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ અંગે જણાવે છે કે,અત્યાર સુધી માં નર્મદા યોજના પૂરી કરવા પાછળ 60 હજાર કરોડ કે તેથી વધારે ખર્ચો કરાયો છે. ગુજરાત જેના માટે આતુર હતું તેવી આ યોજના નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે આવ્યા ત્યારબાદ તમામ મદદ મળતાં પૂરી થઈ શકી છે. આગામી 25 થી 30 દિવસની અંદર નર્મદા ડેમમાં 138 મીટર સુધી પાણી ભરાશે એવું ગુજરાત સરકાર નું આયોજન છે.


Loading...

જો આ શક્ય બનશે તો ગુજરાતમાં એક નવો ઇતિહાસ સર્જાશે મધ્યપ્રદેશ આ અંગે થોડો વાંધો ઉઠાવે છે પરંતુ ગુજરાત પોતાની રીતે વ્યાજબી વાત રજૂ કરશે. જેથી નર્મદા કંટ્રોલ ઓથોરીટી 138 મીટર સુધી પાણી ભરવાની મંજૂરી આપશે. તાજેતરમાં જ ઉપરવાસમાંથી ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાંચથી છ લાખ ક્યુસેક પાણી આવ્યું છે જે ગુજરાત માટે આશીર્વાદરૂપ બન્યું છે.

Sponsors Ads

નર્મદા પાણીથી 1200 મેગાવોટ હાઈડ્રો પાવર હાઉસમાં વીજળીનું ઉત્પાદન પણ ચાલુ કરાયું છે. જેમાંથી મોટાભાગની વીજળી મધ્યપ્રદેશ લઈ જાય છે જ્યારે નર્મદાના પાણીનો મહત્તમ લાભ ગુજરાતને મળે છે. હાલમાં જે પાણી છોડાઈ રહ્યું છે તેનો લાભ મહી નદી અને સાબરમતી નદીને મળી રહ્યો છે ઉપરાંત વધારાના પાણીથી સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના ડેમોમાં પાણી ઠાલવવામાં આવી રહ્યું છે.

ઉપરાંત ઉત્તર ગુજરાતની સુજલામ સુફલામ યોજના હેઠળ નર્મદાના વધારાના પાણીથી સૂકા તળાવો ભરવામાં આવી રહ્યા છે. હજુ આગામી એક મહિના સુધી ઉપરવાસમાંથી પાણીની આવક ચાલુ રહેશે. જેથી પાણીનો આ લાભ કામ-ચલાવ નથી પરંતુ આખી સિઝન સુધી નર્મદા યોજનાનો લાભ ગુજરાતના લોકોને અપાશે.

નર્મદા મંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે નર્મદા ડેમની 138 મીટરની સર્વોચ્ચ સપાટી સુધીનું પાણી ભરવાની કાર્યવાહી તબક્કાવાર રીતે પૂર્ણ કરવામાં આવશે. જો મધ્યપ્રદેશનો કોઈ પ્રશ્ન હશે તો ઉકેલી લેવામાં આવશે. હાલમાં મધ્યપ્રદેશના વિશાળ એવા ઈન્દિરા સાગર માંથી ઓછું પાણી છોડાઈ રહ્યું છે. પરંતુ આગામી સમયમાં ઈન્દિરા સાગર તેની પૂર્ણ સપાટીએ છલકાઈ ગયા બાદ તેનું વધારાનું પાણી મધ્ય પ્રદેશ મુજબ નર્મદા કેચમેન્ટ વિસ્તારમાં છોડશે ત્યારે આ પાણીનો લાભ પણ ગુજરાતને જ મળવાનો છે.

ખૂબ જ આશ્ચર્યની વાત એ છે કે, ખુદ ગુજરાત ના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નર્મદા યોજનાના પાણીના સંદર્ભમાં તમામ નજર રાખી રહ્યા છે પરંતુ સરદાર સરોવર યોજનાની જેની સંપૂર્ણ જવાબદારી છે તેવા આઇ.એ.એસ અધિકારીઓ તેમજ નર્મદા યોજનાના મોટા ભાગ ના એન્જિનિયરો અને ઉચ્ચ અધિકારીઓને આ અંગેની કોઇ જ માહિતી નથી.જે બાબત ઘણી જ ગંભીર છે.

Sponsors Ads
અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...