બારડોલીના નાંદીડા ગ્રામ પંચાયતના સરપંચને જિલ્લા વિકાસના અધિકારી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવા માટેનું કારણ એ હતું કે, આ મહિલા સરપંચ દ્વારા તલાટી પર હાથ ઉગામવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને પંચાયતના સભ્યો સાથે ગેરવર્તન કર્યું હતું.
એક રીપોર્ટ અનુસાર, બારડોલીના નાંદીડા ગ્રામ પંચાયતની 18 ફેબ્રુઆરી, 2019ના રોજ સામાન્યસભા મળી હતી. આ સામાન્યસભામાં સરપંચ જિન્નતબેન રાઠોડને ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારે જિન્નતબેન રાઠોડે પ્રશ્નોના સરખા જવાબ આપવાના બદલે ઉશ્કેરાયા હતા અને તેમણે ગ્રામ પંચાયત સભ્યો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું.
આ ઉપરાંત મહિલા સરપંચે ઇન્ચાર્જ તલાટી એન. એમ. પઠાણ પર તેમને પૂછ્યા વગર ઠરાવ કરવાનો આક્ષેપ મુકીને તેમના પર હાથ ઉગામવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, ત્યારબાદ સત્તાના નશામાં ભાન ભૂલેલા મહિલા સરપંચે ઠરાવનો ચોપડો ટેબલ પર પછાડ્યો હતો.
સામાન્યસભામાં આ મહિલા સરપંચની દાદાગીરી આટલે ન અટકતા તેમણે તમામ સભ્યોને ગ્રામ પંચાયત ભવનમાંથી બહાર કાઢ્યા અને ગ્રામ પંચાયત ભવનને તાળું મારીને ચાવી તેમની સાથે લઈ ગયા હતા. મહિલા સરપંચનું આવા વર્તન જોઈને તેમની સાથે તાલુકા વિકાસ અધિકારીને એક લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી.
તાલુકા વિકાસ અધિકારીએ તે ફરિયાદને જિલ્લા વિકાસ અધિકારીને પહોંચાડી હતી. જેના કારણે જિલ્લા વિકાસ અધિકારી દ્બારા મહિલા સરપંચને તલાટી કમ મંત્રી સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન, કામગીરીમાં નિષ્ક્રિયતા અને પંચાયતના સભ્યો સાથે ગેરવર્તન કરવા બદલ સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.