મિત્રો સાસુ અને વહુ માટે ખાસ વાંચવાજેવો લેખ, જરૂર વાંચજો બીજાને શેર કરજો. વાત એક આરતી નામની યુવતી છે. આરતીના લગ્ન થયા અને તે પોતાના પતિ અને સાસુની સાથે પોતાના સાસરિયામાં રહેવા લાગી. થોડા દિવસો પસાર થયા અને આરતીને આભાસ થવા લાગ્યો કે તે પોતાની સાસુ સાથે નહિ રહી શકે. સાસુ જુની વિચારસરણીની હતી અને વહુ નવી વિચારસરણી વાળી હતી. એટલે બંનેનો મેળ બેસતો ન હતો. આરતી અને તેની સાસુનો અવાર નવાર ઝઘડો થવા લાગ્યો.
દિવસો પસાર થતા ગયા, મહિનાઓ વીત્યા, વર્ષો પણ પસાર થઈ ગયા. ન તો આરતીની સાસુ ટોણા મારવાનું છોડતી અને ન તો આરતી એનો જવાબ આપવાનું. પરિસ્થિતિ વસમી થવા લાગી. આરતીને તેની સાસુથી પુરેપુરી નફરત થઇ ગઈ હતી. આરતી માટે તે સમયે સ્થિતિ વધુ ખરાબ થતી જયારે તેને ભારતીય પરંપરાઓ પ્રમાણે બીજાની સામે પોતાની સાસુને સન્માન આપવું પડતું. હવે તે કોઈપણ પ્રકારે સાસુથી છુટકારો મેળવવાનું વિચારવા લાગી.
એવામાં એક દિવસ જયારે આરતીનો પોતાની સાસુ સાથે ઝઘડો થયો અને પતિ પણ પોતાની માં નો પક્ષ લેવા લાગ્યો, તો આરતી નારાજ થઈને પિયર ચાલી આવી. આરતીના પિતા આયુર્વેદના ડોક્ટર હતા. તેણે રડી રડીને પોતાનું દુઃખ પોતાના પિતાને જણાવ્યું અને બોલી “તમે મને કોઈ ઝેરી દવા આપી દો જે જઈને તે ડોશીને પીવરાવી દઉં, નહી તો હું હવે સાસરિયામાં નહી જાઉં.”
એ ડોક્ટર પિતાએ દીકરીનું દુઃખ સમજીને દીકરીના માથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું “દીકરી તું તારી સાસુને ઝેર ખવરાવીને મારી નાખીશ તો તને પોલીસ પકડીને લઇ જશે, અને સાથે જ મને પણ કારણ કે ઝેર હું તને આપીશ” તેથી આવું કરવું યોગ્ય નહી ગણાય.
પણ આરતી હઠ પકડીને બેસી ગઈ “તમારે મને ઝેર આપવું જ નહી પડશે. હવે હું કોઈપણ કિંમતે તેનું મોઢું જોવા નથી માગતી”. થોડું વિચારીને પિતા બોલ્યા “ઠીક છે જેવી તારી મરજી. પણ હું તને જેલ જતા પણ નહી જોઈ શકું એટલે જેમ હું કહું તેમ તારે કરવું પડશે. જો મંજુર હોય તો બોલ.
આરતીએ પૂછ્યું, શું કરવું પડશે? તો પિતાએ એક પડીકામાં ઝેરનો પાવડર બાંધીને આરતીના હાથમાં આપતા કહ્યું, કે તારે આ પડીકામાંથી માત્ર એક ચપટી ઝેર રોજ તારી સાસુના ભોજનમાં ભેળવવાનું છે. ઓછા પ્રમાણમાં હોવાથી તે એકદમથી નહી મરે પણ ધીમે ધીમે અંદરથી નબળી થઈને 5 થી 6 મહિનામાં મરી જશે. લોકો સમજશે કે તે સ્વભાવિક મૃત્યુથી મરી ગઈ.
પિતાએ આગળ કહ્યું “પણ તારે ખુબ જ સચેત રહેવું પડશે જેથી તારા પતિને બિલકુલ પણ શંકા ન પડે નહી તો આપણે બન્નેએ જેલ જવું પડશે. તેના માટે તું આજ પછી તારી સાસુ સાથે બિલકુલ ઝઘડો ન કરીશ પણ તેની સેવા કરજે. અને તે તારા ઉપર કોઈ ટોણો મારે કે ટીપ્પણી કરે તો તું ચુપચાપ સાંભળી લેજે, કોઈ જ જવાબ ન આપતી. બોલ કરી શકીશ આ બધું?
આ સાંભળી આરતીએ વિચાર્યુ કે છ મહિનાની તો વાત છે, પછી તો છુટકારો મળી જ જશે. તેણે પિતાની વાત માની લીધી અને ઝેરની પડીકી લઈને સાસરીયે ચાલી આવી. સાસરીયે પહોંચ્યા પછી બીજા જ દિવસથી આરતીએ સાસુનાં ભોજનમાં ચપટી ઝેર દરરોજ ભેળવવાનું શરુ કરી દીધું.
સાથે જ તેણે તેમના પ્રત્યે પોતાનું વર્તન પણ બદલી નાખ્યું. હવે તે સાસુના કોઈ પણ મેણા ટોણાનો જવાબ આપતી ન હતી. પણ ગુસ્સાને પી જતી અને હસતી રહીને સાંભળી લેતી. રોજ તેમના પગ દબાવતી અને તેમની દરેક વાતનું ધ્યાન રાખતી. સાસુને પૂછી પૂછીને તેમની પસંદનું ખાવાનું બનાવતી, તેમની દરેક વાતનું પાલન કરતી.
થોડા અઠવાડિયા જતા જતા સાસુના સ્વભાવમાં પણ પરિવર્તન આવવાનું શરુ થઇ ગયું. વહુની તરફથી પોતાના મેણા ટોણાનો પ્રત્યુતર ન મળવાથી મેણા ટોણા માં માંથી નીકળતા હવે ઓછા થતા ગયા હતા. પણ તે ક્યારે ક્યારે વહુની સેવાને બદલે આશીર્વાદ પણ આપવા લાગી હતી. ધીમે ધીમે ચાર મહિના વીતી ગયા. આરતી નિયમિત રીતે જ સાસુને રોજ એક ચપટી ઝેર આપતી રહી હતી.
હવે તો આ ઘરનું વાતાવરણ જ એકદમથી બદલાઈ ગયું હતું. સાસુ વહુનો ઝઘડો જૂની વાત થઇ ગઈ હતી, હવે તે આડોશ પડોશ વાળા લોકો આગળ આરતીના વખાણના ફૂલ બાંધવા લાગી હતી. વહુને સાથે બેસાડીને ભોજન ખવરાવતી અને સુતા પહેલા પણ જ્યાં સુધી વહુ પાસેથી ચાર પ્રેમ ભરી વાતો ન કરી લે, તેને ઊંઘ આવતી ન હતી.
છઠો મહિનો આવતા આરતીને થવા લાગ્યું કે તેની સાસુ તેને બિલકુલ પોતાની દીકરી જેમ માનવા લાગી છે. તેને પણ પોતાની સાસુ માં ની અંદર માં નો ચહેરો દેખાવા લાગ્યો હતો. આથી હવે જયારે પણ તે વિચારતી કે તેના આપેલા ઝેરથી તેની સાસુ થોડા જ દિવસોમાં મરી જશે તો તે દુ:ખી થઇ જતી હતી.
આ મૂંઝવણમાં એક દિવસ તે પોતાના પિતાને ઘેર ફરી વખત પિતાને મળવા ગઈ અને બોલી “પિતાજી મને તે ઝેરની અસર દુર કરવાની દવા આપો. કેમ કે હવે હું મારી સાસુને મારવા નથી માગતી.” તે ખુબ સારી છે અને હવે હું તેને મારી માં ની જેમ પ્રેમ કરવા લાગી છું.”
આરતીના પિતા ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા “ઝેર? કેવું ઝેર? મેં તો તને ઝેરના નામ ઉપર હજમ થવાનું ચૂર્ણ આપ્યું હતું.. હા હા હા.” માં બાપ “દીકરીને સાચો રસ્તો બતાવે, એ મા બાપની ફરજ હોય છે જે તેમણે નિભાવી.”