મોદી સરકારના છેલ્લાં 5 વર્ષોમાં શિક્ષીત બેરોજગારો નુ પ્રમાણ ખૂબ વધ્યું છે. સરકારે 2014 ના ઢંઢેરામા 2 કરોડ નોકરી દર વર્ષે દેવાની જાહેરાત કરી હતી પરંતુ થયુ ઉલ્ટુ છે. 2 કરોડ નોકરી દેવાને બદલે નોટબંધી અને જીએસટીમા 45 લાખ નોકરી છીનવાઈ ગઈ છે. દર વર્ષે માત્ર ને માત્ર 1 લાખ 50 હજાર નોકરીનુ જ સર્જન થાય છે.
ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓ માટે બેરોજગારીની સમસ્યા કપરી બની રહી છે. ધો. ૧૦ અને ૧૨ના પરિણામો આવ્યા પછી રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવવા જવા ઈચ્છુક ઉમેદવારોને ખ્યાલ આવે છે કે અહીં તો ૧૦-૧૦ વર્ષથી નામ નોંધણી કરાવ્યા પછી નોકરીની રાહ જોનારા ઉમેદવારોનું વેઈટીંગ ઘણું લાંબુ છે અને હજુ સુધી કોઈને નોકરી આપવામા આવી નથી.
જામનગર, રાજકોટ, જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં રોજગાર કચેરીમાં નોંધાયેલા શિક્ષિત બેરોજગારોની સંખ્યા અત્યારે 1 લાખ 50 હજારને પાર કરી ગઈ છે. આ શિક્ષિત બેરોજગારોને ખાનગી કંપનીઓમાં નોકરીએ ચડાવી રોજગારી અપાવી દેવા માટે ફરીને આ વર્ષે ૨૩૪ ભરતીમેળાના આયોજન જાહેર કરવામાં આવ્યા છે.
રોજગારના નામે સરકાર જાણે બેરોજગારોની મજાક ઉડાવી રહી હોય તે પ્રકારે ભરતી મેળા અને રોજગાર માર્ગદર્શન શિબિર યોજે છે. પરંતુ તેનાથી બેરોજગારોની સમસ્યા હળવી થતી નથી. આ વર્ષે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ૨૬૯ માર્ગદર્શન શિબિરનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે. એ જ રીતે રાજકોટાં ૩૮, મોરબીમાં ૧૨, જામનગરમાં ૨૭, જૂનાગઢમાં ૨૪, પોરબંદરમાં ૧૫, સોમનાથમાં ૧૬, સુરેન્દ્રનગરમાં ૨૯, અમરેલી જિલ્લામાં ૨૪ ભરતી મેળાનો લક્ષ્યાંક ફાળવવામાં આવ્યો છે. આવતીકાલ તા. ૨૯ના લાલપુરમાં, જૂનાગઢમાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે.
સૌરાષ્ટ્રની રોજગાર કચેરીઓમાં નોંધાયેલા બેરોજગાર ઉમેદવારો :-