દુનિયાભરમાં ગુંજી ઉઠ્યું સુરતના દાનવીર સવજી ધોળકિયાનું નામ, પોતાના કર્મચારીઓને પરિવાર સમજીને આપે છે મોટી-મોટી ગીફ્ટ

Indian businessman Savji Dholakia: ગુજરાતના હીરાના વેપારી સવજી ધોળકિયા (Dimond king Savji Dholakia) દિવાળી પર પોતાના કર્મચારીઓને કાર અને ફ્લેટ જેવી મોંઘી ભેટ આપવા માટે પ્રખ્યાત છે. સવજી ધોળકિયાનું પૈતૃક ગામ અમરેલીથી ભાવનગર જતા રોડ પર આવેલું છે. સવજી ધોળકિયાએ તેમના કાકા પાસેથી વ્યાજે રૂપિયા લઈને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો.

તમે સવજી ધોળકિયાનું નામ તો સાંભળ્યું જ હશે. સુરતના પ્રખ્યાત હીરાના વેપારી સવજી ધોળકિયા તેમના કર્મચારીઓનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. સવજી ધોળકિયા પોતાના કર્મચારીઓને મોંઘી ભેટ આપવા માટે પ્રખ્યાત છે. તેણે કર્મચારીઓને કાર, ફ્લેટ, મોંઘા દાગીના તેમજ કરોડોની એફડી ભેટમાં આપી છે. સવજી ધોળકિયાએ દિવાળી નિમિત્તે કર્મચારીઓને બમ્પર ભેટ આપી. સવજી ધોળકિયા વર્ષ 2015માં કર્મચારીઓને આપવામાં આવેલી ભેટને કારણે ચર્ચામાં આવ્યા હતા. આવો તમને જણાવીએ કે સુરતના આ હીરા વેપારીએ પોતાના કર્મચારીઓને કેવા-કેવા પ્રકારની ગિફ્ટ્સ વહેંચી છે.

2015 થી સવજી ધોળકિયા આવ્યા ચર્ચામાં…

હકીકતમાં, 2011 થી સવજી ધોળકિયા દિવાળીના અવસર પર તેમના કર્મચારીઓને મોંઘી ભેટ આપી રહ્યા છે. પરંતુ વર્ષ 2015માં સૌથી વધુ ચર્ચામાં આવ્યા હતા. આ વર્ષે દિવાળીના અવસર પર તેમણે તેમના 1200 કર્મચારીઓને ઘરેણાં, 200 ફ્લેટ અને 491 કાર ભેટમાં આપી હતી. અગાઉ 2014માં પણ તેમણે કર્મચારીઓને પ્રોત્સાહન તરીકે 50 કરોડ રૂપિયાનું વિતરણ કર્યું હતું.

2018માં કાર ગિફ્ટ કરી
હરિકૃષ્ણ એક્સપોર્ટ્સના ચેરમેન ધોળકિયા સવજી ધોળકિયાએ 2018માં દિવાળી પર 600 કર્મચારીઓને કાર અને 900 કર્મચારીઓને એફડી આપી હતી. તેણે તેના ત્રણ કર્મચારીઓને મર્સિડીઝ બેન્ઝ જેવી મોંઘી કાર ગિફ્ટ કરી હતી. આ કર્મચારીઓએ કંપનીમાં 25 વર્ષની સેવા પૂરી કરી હતી. ધોળકિયાની કંપની 50 દેશોમાં હીરાની નિકાસ કરે છે.

લોન લઈને ધંધો શરૂ કર્યો
સવજી ધોળકિયાએ તેમના કાકા પાસેથી લોન લઈને હીરાનો વ્યવસાય શરૂ કર્યો હતો. ધોળકિયાએ ડાયમંડ પોલિશિંગમાં 10 વર્ષની મહેનત બાદ વર્ષ 1991માં હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સની સ્થાપના કરી હતી. તે સમયે કંપનીનું વેચાણ નામનું જ હતું. માર્ચ 2014 સુધીમાં કંપનીનું ટર્નઓવર 4 અબજ રૂપિયા સુધી પહોંચી ગયું હતું. હાલમાં તેમની કંપનીમાં હજારો કર્મચારીઓ કામ કરે છે. સવજી ધોળકિયાને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. તે ડાયમંડ જ્વેલરીની વિદેશમાં નિકાસ પણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *