દેશની સૌથી મોટી બેંક SBIના ગ્રાહકો માટે સારા સમાચાર છે. SBI તેના ગ્રાહકોને 2 લાખ રૂપિયાનો લાભ મફતમાં આપી રહી છે. RuPay ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા તમામ જન-ધન ખાતા ધારકોને રૂ. 2 લાખ સુધીનું મફત અકસ્માત વીમો(Complimentary Accidental Cover) ઓફર કરે છે. ચાલો જાણીએ તેની પ્રક્રિયા વિશે…
આ રીતે તમને 2 લાખ સુધીનો મળશે વીમો:
વીમાની રકમ SBI દ્વારા ગ્રાહકોને તેમના જન ધન ખાતું ખોલાવવાની અવધિ અનુસાર નક્કી કરવામાં આવશે. જે ગ્રાહકોનું પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) ખાતું 28 ઓગસ્ટ, 2018 સુધી ખોલવામાં આવ્યું છે, તેઓને આપવામાં આવેલ RuPay PMJDY કાર્ડ પર રૂ. 1 લાખ સુધીની વીમાની રકમ મળશે. જ્યારે 28 ઓગસ્ટ, 2018 પછી જારી કરાયેલા RuPay કાર્ડ પર 2 લાખ રૂપિયા સુધીના આકસ્મિક વળતરનો લાભ મળશે.
આ લોકોને થશે ફાયદો :
પ્રધાનમંત્રી જન ધન યોજના એક એવી યોજના છે જેના હેઠળ બેંકો, પોસ્ટ ઓફિસો અને રાષ્ટ્રીયકૃત બેંકોમાં દેશના ગરીબોનું ખાતું ઝીરો બેલેન્સ પર ખોલવામાં આવે છે. પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) હેઠળ ગ્રાહકોને અનેક પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આમાં કોઈપણ વ્યક્તિ KYC દસ્તાવેજો સબમિટ કરીને ઓનલાઈન અથવા બેંકમાં જઈને જન ધન ખાતું ખોલાવી શકે છે. આટલું જ નહીં, કોઈપણ વ્યક્તિ તેમના બચત બેંક ખાતાને જનધનમાં રૂપાંતરિત કરાવી શકે છે. આમાં, RuPay બેંક દ્વારા આપવામાં આવે છે. આ ડેબિટ કાર્ડનો ઉપયોગ અકસ્માત મૃત્યુ વીમો, ખરીદી સુરક્ષા કવચ અને અન્ય ઘણા લાભો માટે થઈ શકે છે
આ યોજનાનો લાભ કોને મળશે?
જન ધન ખાતા ધારકોને RuPay ડેબિટ કાર્ડ હેઠળ અકસ્માત મૃત્યુ વીમાનો લાભ મળશે જ્યારે વીમાધારકએ અકસ્માતની તારીખથી 90 દિવસની અંદર કોઈપણ ચેનલ પર કોઈપણ સફળ નાણાકીય અથવા બિન-નાણાકીય વ્યવહાર કર્યો હોય. આવા કિસ્સામાં માત્ર રકમ ચૂકવવામાં આવશે.
કેવી રીતે મળશે આ યોજનાનો લાભ:
વળતરમેળવવા માટે, તમારે પહેલા ક્લેમ ફોર્મ ભરવું પડશે. તેની સાથે અસલ મૃત્યુ પ્રમાણપત્ર અથવા પ્રમાણિત નકલ જોડવાની રહેશે. એફઆઈઆરની અસલ અથવા પ્રમાણિત નકલ જોડો. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ અને એફએસએલ રિપોર્ટ પણ હોવો જોઈએ. આધાર કાર્ડની નકલ. કાર્ડધારક પાસે RuPay કાર્ડ હોવાની એફિડેવિટ બેંક સ્ટેમ્પ પેપર પર આપવાની રહેશે. તમામ દસ્તાવેજો 90 દિવસમાં સબમિટ કરવાના રહેશે. પાસબુકની નકલ સાથે નોમિનીનું નામ અને બેંક વિગતો સબમિટ કરવાની રહેશે.
જરૂરી દસ્તાવેજો:
1. વીમાનું ફોર્મ.
2. મૃત્યુ પ્રમાણપત્રની નકલ.
3. કાર્ડધારક અને નોમિનીની આધાર નકલ.
4. જો મૃત્યુ અન્ય કારણસર થયું હોય તો રાસાયણિક વિશ્લેષણ અથવા FSL રિપોર્ટ સાથે પોસ્ટ મોર્ટમ રિપોર્ટની નકલ.
5. અકસ્માતની વિગતો આપતી FIR અથવા પોલીસ રિપોર્ટની અસલ અથવા પ્રમાણિત નકલ.
6. કાર્ડ જારી કરનાર બેંક વતી અધિકૃત હસ્તાક્ષરકર્તા અને બેંક સ્ટેમ્પ દ્વારા યોગ્ય રીતે હસ્તાક્ષર કરેલ ઘોષણાપત્ર.
7. આમાં બેંક અધિકારીના નામ અને ઈમેલ આઈડી સાથે સંપર્ક વિગતો આપવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.