સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. ત્યારે કોરોનાથી બચવા માટે સરકારે લોકોને વેક્સીન લેવા માટેની વિંનતી કરી છે અને દેશમાં મોટા ભાગના લોકોએ વેક્સીન લઇ પણ લીધી છે અને ઘણા લોકો અગામી સમયમાં વેક્સીન લેશે.
ભારત સરકારના ફ્રી વેક્સિનના દાવાને ફગાવી દેતા ભ્રષ્ટાચારીઓ ખુલ્લેઆમ પીપોદરા જીઆઇડીસી માં આવેલ કારખાના વિસ્તારના અત્યંત ગરીબ અને નાના માણસો નુ શોષણ કરી વેક્સિનના નામે સો (૧૦૦₹) રૂપિયાનું ઉઘરાણું કરતા ભ્રષ્ટાચારને જગદીશભાઈ કથીરિયા અને એક્ટિવિસ્ટ સતીષકુમાર પ્રજાપતિ દ્વારા ખુલ્લો પાડવામાં આવ્યો હતો.
આ વિસ્તારના કારખાનામાં કામ કરતાં આ મજૂરો દ્વારા એવી માહિતી આપવામાં આવી હતી કે, કેટલાક અજાણ્યા ઇસમો દ્વારા ગવર્મેન્ટ દ્વારા ફ્રીમા આપવામાં આવતી વેકસીન ના દરેક કારીગરો પાસે સો રૂપિયા લઇ વેક્સિન આપવામાં આવી રહી છે.
જેથી તાત્કાલિક આ જગદીશભાઈ કથીરિયા અને એક્ટિવિસ્ટ સતીષકુમાર પ્રજાપતિ અને તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી સમગ્ર માહિતી મેળવી અને વેકસીનના ગેરકાયદે ઉઘરાણું બંધ કરવામાં આવ્યું અને અધિકારીઓ તેમજ ઉઘરાણું કરતા એમના સાથે સંડોવાયેલા ઈસમો ત્યાંથી ભાગી છુટ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.