બિનસચિવાયલ પરીક્ષા ભરતી કૌભાંડને લઈ રાજ્યભરમાં વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો થતા હવે મામલો ઉગ્ર બન્યો છે. પરીક્ષાર્થીઓ જે સેન્ટરમાં ગેરરીતિ થઈ છે ત્યાં પરીક્ષા રદ કરવાની માગ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓ મારફતે પરીક્ષામાં ગોલમાલ થયા હોવાના પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી નથી.
દેશના ભવિષ્ય એવા વિદ્યાર્થીઓના મામલે સાંસદો અવાજ નથી ઉપાડતા. બીજા અન્ય મુદ્દાઓનો સાંસદોને દેખાય છે પરંતુ વિદ્યાર્થીઓની સમસ્યા તેમને કેમ દેખાતી નથી તે પણ એક મોટો સવાલ છે. જોકે વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા વર્ગખંડમાં ગેરરીતિ થયા હોવાના CCTV ફૂટેજ રજૂ કરવામાં આવ્યા છે. આ કારણે હવે રાજ્યની રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે, જ્યાં સુધી સરકાર વિદ્યાર્થીઓને ન્યાય નહીં આપે ત્યાં સુધી કોંગ્રેસ આંદોલન કરશે. જોકે હવે જોવા જેવું છે કે, સરકાર આ અંગે શું કાર્યવાહી કરે છે અને ક્યારે કરશે. તેના પુરાવા રૂપે સુરેન્દ્રનગરના બે સેન્ટરોના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક પરીક્ષાર્થી મોબાઈલ સાથે પરીક્ષા આપતો દેખાયો હતો. હાલમાં વિદ્યાર્થીઓ આંતકવાદ બનવાની વાત કરી રહયા છે.અને તેના જવાબદાર સરકાર રહેશે.
સીસીટીવીમાં શું દેખાય છે?
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણની એસ.એમ વિદ્યાલયમાં 12થી 2 વાગ્યા સુધીની પરીક્ષા દરમિયાન એક યુવક 1:14વાગે કલાસરૂમ છોડીને બહાર જાય છે અને અંદાજે 30 મિનિટ બાદ કલાસરૂમમાં પરત આવે છે અને આવ્યા બાદ ચિઠ્ઠીમાંથી જવાબ લખતો નજરે પડે છે.અન્ય એક કિસ્સામાં સી.યુ.શાહ ઈંગ્લીશ સ્કૂલમાં પણ મોબાઈલ ફોન અને નેટના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં એક યુવક 1:14 વાગે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો દેખાય છે અને પરીક્ષા પૂર્ણ થતાં જવાબવાહીનો ફોટો પોતાનો મોબાઈલમાં કેદ કરતો દેખાય છે.
કોંગ્રેસની આંદોલનની ચીમકી:
આ સમગ્ર મામલાનો NSUI અને ગુજરાત કોંગ્રેસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને પરીક્ષા રદ કરવાની માંગણી કરવામાં આવી છે. ઉપરાંત રાજ્યમાં છેલ્લે લેવાયેલી 11 પરીક્ષામાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. સરકાર વિરુદ્ધ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ સરકાર પાસે તમામ કેન્દ્રોના સીસીટીવીની માંગણી કરી છે. આ મામલો મધ્યપ્રદેશના વ્યાપમ કૌભાંડથી પણ મોટું કૌભાંડ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે સરકાર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.