પાંચ વર્ષના માસુમ પર ફરી વળ્યા સ્કુલ બસના ટાયર, ઘટના સ્થળે જ તડપી તડપીને મોત – હિંમતવાળા જ જોજો ઘટનાનો વિડીયો

School bus accident: વૈશાલીમાં 5 વર્ષના બાળકને તેની જ સ્કૂલ બસે ટક્કર મારી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. બાળક શાળાએથી પરત ફર્યા બાદ બસમાંથી નીચે ઉતરી ગયો હતો. તે ઘરે જવા માટે માત્ર 20 ડગલાં જ ચાલ્યો હશે, પછી ડ્રાઈવરે બસ ચાલુ કરી હતી અને બાળકને બસ દ્વારા પાછળથી ધક્કો લાગ્યો હતો, ધક્કો લગતા બાળક ત્યાં પડી ગયું અને તેને બાળક બસ નીચે કચડાય ગયું હતું. બસનું પાછળનું વ્હીલ બાળકના માથા પર ચડી જતાં તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત થયું હતું.

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બસ ડ્રાઈવરની બેદરકારી કેદ થઈ છે. આ અકસ્માત ગુરુવારે ચેહરાકલન ચૌરાહી ગામના કેશવ ચોકમાં થયો હતો. અકસ્માત બાદ સ્કૂલ બસનો ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતનો ભોગ બનનાર માસુમ બાળકની ઓળખ વિજય ચૌધરીના 5 વર્ષના પુત્ર પ્રીતમ કુમાર તરીકે થઈ છે. પ્રિતમે સૂર્યા ઇન્ટરનેશનલ સ્કૂલ સુપૌલ તારિયામાં નર્સરી ક્લાસમાં અભ્યાસ કરતો હતો.

બાળકના પિતા વિજય ચૌધરી ગુવાહાટીમાં રહે છે અને એક કંપનીમાં મજૂર તરીકે કામ કરે છે. આ અંગે શાળાના મેનેજર રવિ કુમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બાળકના મૃત્યુથી અમે પણ દુખી છીએ. આવું ન થવું જોઈતું હતું. પરિવાર અને ગામના પ્રતિનિધિઓએ આ મામલે સમાધાન કરી લીધું છે.

રોષે ભરાયેલા લોકોએ જણાવ્યું કે, શાળા પૈસા બચાવવા માટે બસમાં એટેન્ડન્ટને રાખતી નથી. જેના કારણે આ અકસ્માત થયો હતો. જો બસમાં કોઈ એટેન્ડન્ટ હોત તો આ અકસ્માત ન થયો હોત. એટેન્ડન્ટની ગેરહાજરીમાં, બસ ચાલક બાળકને જોઈ શક્યો ન હતો અને તેના પર વાહન ચડાવી દીધું હતું.

બાળકના મોત બાદ પરિવારે સ્કૂલ બસમાં તોડફોડ કરી હતી. ગુસ્સે થયેલા લોકોને શાંત કરવા માટે કથરા, ગોરૌલ અને મહુઆ પોલીસ સ્ટેશનની પોલીસ પહોંચી અને કલાકોની જહેમત બાદ નાકાબંધી હટાવી લેવામાં આવી હતી. શાળાની બહાર પણ ભારે હોબાળો થયો હતો.

આ પછી ગામમાં પંચાયત બોલાવવામાં આવી હતી. જેમાં શાળાના લોકોએ પણ ભાગ લીધો હતો, પંચાયતે શાળાને 6 લાખ રૂપિયા આપવા કહ્યું, પંચાયતના નિર્ણયને શાળા અને બાળકના પરિવારે સ્વીકાર્યો હતો. આ પછી મામલો થાળે પડ્યો હતો. પોલીસ દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ થયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *