ગુજરાત(Gujarat): અમે તમને જણાવી દઈએ કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ(Western Disturbance)ની અસર અમદાવાદ(Ahmedabad) સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં જોવા મળી રહી છે. ત્યારે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપ્રાથમિક શિક્ષિણ સમિતિ(Municipal Primary Education Committee)ની શાળાઓના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં ઠંડીને લઈને સ્કૂલો 35 મિનિટ મોડી શરૂ કરવામાં આવશે. તે પ્રકારનો મોટો અને મહત્વનો નિર્ણય શિક્ષણ સમિતિ દ્વારા લેવામાં આવ્યો છે.
વિધાર્થીઓની સવારની પાળી સવારે 7.55 વાગ્યે શરુ થશે:
અમદાવાદ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શાળાઓનો 28 ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. નવા સમય અનુસાર, સવારની પાળી સવારે 7.55 વાગ્યે શરૂ થશે, જ્યારે બપોરની પાળીની સ્કૂલો બપોરે 12.35 વાગ્યે શરૂ થશે એટલે જો વાત કરવામાં આવે તો બંને પાળી 35 મિનિટ મોડી શરૂ કરવામાં આવશે. ઠંડીના કારણે આ મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેને કારણે વિધાર્થીઓ અને વાલીઓ માટે સારા સમાચાર કહી શકાય.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં ધૂપ-છાંયોનું વાતાવરણ રહેશે અને સાથે ઠંડીનો પારો 19થી 21 ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતા હોવાને કારણે શહેરમાં ડબલ ઋતુનો અનુભવ જોવા મળી શકે છે. આગામી 24 કલાક અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી:
મહત્વનું છે કે, ઠંડીના માહોલ વચ્ચે અનેક જિલ્લામાં માવઠાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તોરમાં માવઠું થવાની આગાહી છે. આ વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. સાથે જ આજે ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.