વૈજ્ઞાનિકો અને ભૂસ્તરશાસ્ત્રીઓ દ્વારા એક મોટી શોધમાં કચ્છમાં મંગળ સમાન પાંચ સ્થળો હોવાનું શોધી કાઢવામાં આવ્યું છે. આ પાંચ સ્થળ ધીણોધર ટેકરી, લુના, ધોરડો, માતા નો મધ અને લેરી નદીનો ખંડ છે. આ અંગે વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, આ સ્થાનો પર જ્વાળામુખી અને અસરગ્રસ્ત ખાડો, કાંપ, ખડકો તેમજ મંગળ પર ભૂસ્તરશાસ્ત્રીય પ્રવૃત્તિ દરમિયાન જોવામાં આવેલા ઘણા ખનિજો પણ છે. ધોરડો સફેદ રણ ઉત્સવ માટે પ્રસિદ્ધ છે. જ્યારે માતા નો મધ દેવી આશાપુરાના મંદિર માટે જાણીતું છે.
1. ધીણોધર ટેકરી
ધીણોધર ટેકરીઓ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નાની અરલ ગામની નજીક આવેલી ટેકરીઓ છે. આ ટેકરીઓ પર્યટન સ્થળ અને યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. અહીં ધોરમનાથનો મઠ છે, જે 1831માં શિવજી સોદાગર દ્વારા બાંધવામાં આવ્યો હતો.
2. લુના
બન્ની ઘાસના મેદાનોમાં સ્થિત, લુના પુરાતત્વીય રીતે મહત્વપૂર્વ છે. કારણ કે, તે હડપ્પન સમયગાળાના પ્રાચીન માનવ વસાહતનું આયોજન કરે છે. જે માત્ર એક કિમી દૂર મળી આવ્યું હતું. હાજી પીર દરગાહ એ લુનાથી બે કિમી દૂર સ્થિત પ્રસિદ્ધ સ્થળ છે.
3. ધોરડો
ધોરડો એ કચ્છમાં સૌથી વધારે આકર્ષણ ધરાવતું સ્થળ છે. જ્યાં દર વર્ષે રણ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. દુનિયાભરના લોકો આ સફેદ રણ જોવા માટે આવે છે.
4. માતાનો મધ
માતાનો મઢ એ આશાપુરા માતાનું મંદિર છે, આ કચ્છની તેવી જગ્યા છે જ્યાં સૌથી વધારે લોકો આવે છે. અહી માત્ર કચ્છના જ નહીં પરંતુ ગુજરાતભરના લોકો દર્શન કરવા માટે આવે છે.
5. લેરી નદી
જાણવા મળ્યું છે કે, ધીણોધાર ટેકરીઓથી થોડા કિમી દૂર આવેલી આ નદીમાં ઘણા વિદેશી પક્ષીઓ આવે છે. આ ઉપરાંત, તે ચિંકારા, શિયાળ, રણ પ્રદેશમાં જોવા મળતી બિલાડીનું ઘર પણ કહેવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.