સુરત/ સુંવાળા સંબંધમાં ફસાવી ચોરી કરનાર બંટી-બબલી ઝડપાયા: લગ્નની લાલચ આપી યુવતીએ યુવક પાસે પડાવ્યા 96 લાખ

Surat Cheating News: સુરતમાં સુંવાળા સંબંધ રાખીને પત્નીથી અલગ રહેતા યુવકને મહિલાએ તેના પ્રેમી સાથે મળીને ફસાવ્યો હતો. પોતાનું ઘર વસી જવાના હેતુથી કામ પર રાખ્યા બાદ મકાન અને છેલ્લે યુવક દિલ દઈ બેઠો હતો. જો કે યુવકને ક્યાં ખબર હતી કે જેને પોતાનું સર્વસ્વ માને છે તે યુવતી જ દગો દેશે અને મરણ મૂડી(Surat Cheating News) સમાન વેચાયેલા મકાનના 96 લાખ લઈને પોતાના પ્રેમી સાથે પૂર્વાયોજિત કાવતરા મુજબ નાસી જશે. જો કે, યુવકને દિલની સાથે મૂડી પણ ગુમાવ્યા બાદ ભાન થતાં પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી પોલીસે ગણતરીના દિવસોમાં જ હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને પુણેથી પરત આવેલી મહિલાને અને ત્યારબાદ તેના પ્રેમીને ઝડપી લઈને 70 લાખ જેવી રકમ રિક્વર કરી વધુ તપાસ હાથ ધરી છે.

લૂંટેરી દુલ્હનની ઘણી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે
ગુજરાતમાં લૂંટેરી દુલ્હનની ઘણી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. જ્યાં લૂંટેલી દુલ્હનો સૌપ્રથમ યુવક સાથે લગ્ન કરે છે અને લગ્નના થોડા દિવસમાં તેના ઘરમાં રહેલો કિંમતી વસ્તુઓ, રોકડા રૂપિયા લઇ ફરાર થઈ જાય છે. પરંતુ સુરતના ચોકબજારમાં એવી એક રૂપેરી દુલ્હન સામે આવી, જે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ધનજીભાઈ નામના વ્યક્તિના સંપર્કમાં સામેના મકાનમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, ધનજીભાઈનું મકાન વેચાતા તેમના ઘરમાં 96 લાખ રૂપિયા આવ્યા હોવાનું આ યુવતીને ખબર પડતા તેણે ચાલાકીપૂર્વક પોતાના પૂર્વ પ્રેમી સાથે મળી અને હયાત પ્રેમી ધનજીભાઈના ઘરમાંથી 96 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઇ હતી.

લૂંટેરી દુલહન 96 લાખની ચોરી કરી ફરાર થઇ હતી
ગત ૨૩મી જાન્યુઆરીના રોજ દિલીપે કૃષ્ણુકંજ સોસાયટીનું મકાન વેચી નાંખ્યું હતું જેના રૂપિયા ૯૬.૪૪ લાખ આવ્યા હતા. આ રકમ તેણે ઘરમાં જ મુકી રાખી હતી. દરમ્યાન ગત ૩૧મી જાન્યુઆરીના રોજ જયશ્રીએ તેના દીકરાઓને ડભોલીમાં તેના પિતાના ઘરે મુકવા માટે ગઈ હતી. જોકે, પિતા ઘરે ન હોવાથી જયશ્રીએ દિલીપને કહ્યું કે, તુ આ દીકરાઓને મારા પિતા શાકભાજી માર્કેટમાં શાકભાજી વેચે છે, ત્યાં તેમની પાસે મુકીને આવો. હું અહીં ઉભી છું, તેમ કહી ત્યાંથી જયશ્રી નાસી ગઈ હતી. દિલીપે ઘરે આવી ફોન કરતાં જયશ્રીનો મોબાઈલ સ્વિચ ઓફ આવતો હતો. શંકા જતા ઘરના દરવાજાનું તાળુ તોડી તપાસ કરતા મકાન વેચાણના આવેલા રોકડા ૯૬.૪૪ લાખ રૂપિયા પણ ગાયબ હતા અને જયશ્રી અને તેનો પ્રેમી શુભમ બંને જણાના મોબાઈલ પણ બંધ આવ્યા હતાં. આથી આ બંને જણાએ ભેગા મળી રૂપિયા ચોરી ભાગી ગયા હોવાનુ બહાર આવતા દિલીપ ઉકાણીએ બંને સામે ફરિયાદ નોંધાવી હતી.

બંટી બબલીની પોલીસએ કરી ધરપકડ
પોલીસે ફરિયાદના આધારે ભાગી ગયેલા બંટી બબલીને ઝડપી લેવા વોચ ગોઠવવા સાથે ટીમ બનાવી હતી. જેમાં જયશ્રી તેના બાળકો અને પતિને મળવા સુરત આવી હતી. જે અંગેની જાણ થતાં જ પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતાં. ત્યારબાદ તપાસ કરતાં પ્રેમીને પણ ઝડપી લેવામાં આવ્યા હતાં. ચોરી કરીને બંટી બબલી પુણે નાસી ગયા હોવાનું સામે આવ્યું હતું.હાલ પોલીસે 70 લાખ જેટલી રકમ રિકવર કરી છે. જ્યારે અન્ય રકમ હાલ ક્યાં વાપરી અને ક્યાં છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.