ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોની ને કેપ્ટન વિરાટ કોહલી અને ક્રિકેટમાં ભગવાન તરીકે ઓળખાય એવા સચિન તેંડુલકરને પણ છોડીને ભારતના સૌથી લોકપ્રિય લોકોમાં બીજું સ્થાન મેળવ્યું છે. યૂગોવ દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ પ્રિય ભારતીયોમાં ટોચ પર છે અને ત્યારબાદ બે વખતના વિશ્વ ચેમ્પિયન કેપ્ટન ધોની છે.
આ સર્વેમાં 41 દેશોના આશરે 42000 લોકોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં દેશ અને વિશ્વના સૌથી લોકપ્રિય પુરુષો અને મહિલાઓને અલગથી પસંદ કરવામાં આવ્યા હતા. જ્યારે વડા પ્રધાન મોદી દેશમાં સૌથી વધુ ચર્ચામાં આવે છે, જ્યારે છ વખતના વિશ્વ ચેમ્પિયન બોક્સર એમસી મેરી કોમને દેશની સૌથી પ્રશંસનીય મહિલા માનવામાં આવે છે.
સર્વે અનુસાર,પીએમ મોદીનું રેટિંગ 15.66 ટકા છે, જ્યારે ધોનીનું રેટિંગ 8.58 ટકા છે. આ મામલામાં રતન ટાટા (8.02 ટકા), બરાક ઓબામા (7.36 ટકા) અને બિલ ગેટ્સ (6.86 ટકા) અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે છે.
સચિન 8.81 ટકા રેટિંગ સાથે છઠ્ઠા અને કેપ્ટન કોહલી 4.46 ટકા રેટિંગ સાથે સાતમા ક્રમે છે. મહિલાઓમાં મેરીકોમ 10.36 ટકા રેટિંગ સાથે વિશ્વમાં 25 મા ક્રમે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.