વડોદરાના ઇલોરાપાર્ક માં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં સુરતની મહિલા મિત્ર સાથે રંગરેલિયા મને માટે આવેલા ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા અધિકારીને પત્નીએ રંગે હાથે ઝડપી પાડયા હતા. અભયમ ટીમ સાથે પહોંચેલી પત્નીએ પતિ અને તેની મહિલા મિત્ર નો ઉધડો લઇ નાખ્યો હતો. મોડી રાત્રે આ મામલો ગોત્રી પોલીસ મથકે પહોંચ્યો હતો.
ગાંધીનગર સચિવાલયમાં જુન 2018 થી એક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા આદિત્ય દેસાઈ શુક્રવારે મહિલા મિત્રને લઈ વડોદરા ઇલોરાપાર્ક માં આવેલા નર્મદા ગેસ્ટ હાઉસમાં રંગરેલિયા મનાવવા માટે આવ્યા હતા. જોકે અધિકારી પોતાની મહિલા મિત્ર સાથે રંગરેલીયા મનાવે તે પહેલાં જ ભરૂચમાં રહેતી પત્ની ગીતાંજલી એ અભય ની ટીમને સાથે રાખીને રમવા દરોડો પાડી હતી ને તેની મહિલા મિત્ર સાથે રંગેહાથ પકડ્યા હતા.
પત્ની ગીતાંજલીએ વધુમાં જણાવ્યું હતું કે, હું પતિની પાછળ જ અભયમ ટીમને લઇ ગેસ્ટ હાઉસ પહોંચી ગઈ હતી અને રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે પતિએ શર્ટ કાઢેલો હતો. તેની મહિલા મિત્ર રૂમના અન્ય ભાગમાં છુપાયેલી હતી. મારા પતિએ મને ગાંધીનગરમાં હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેઓ તેમની મહિલા મિત્ર સાથે વડોદરા આવ્યા હતા.
મારા પતિએ મને કહ્યું હતું કે, હું જન્માક્ષર બતાવવા માટે આવ્યો છું તેવું બહાનું કાઢ્યું હતું. પરંતુ મારા પતિને તેમની દીકરીને અઢી માસથી દવાખાને લઈ જવાનો સમય મળતો નથી અને બીજા ની છોકરીઓ માટે જન્માક્ષર બનાવવાનો સમય કેવી રીતે મળે. હું મારા પતિ થી વર્ષ 2017 થી થાકી ગઈ છું. એટલા માટે જ આ રાત્રે મને મારા પતિની ઉપર શક થતાની સાથે જ હું અભયમ ટીમ સાથે મારા પતિની પાછળ ગઈ હતી. જ મારો પતિ કોઈ અન્ય યુવતી સાથે રંગરેલિયા મનાવી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.