સુરત(Surat): શું ફક્ત સામાન્ય જનતા જ ટ્રાફિકના નિયમો(Traffic rules)નું ઉલ્લંઘન કરે છે? ના એવું નથી. ટ્રાફિક નિયમોનું પાલન કરાવનારા લોકો પણ નિયમોનું ઉલ્લંઘન કરે છે. હા, ત્યારે આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. જેમાં જાગૃત નાગરિક એડવોકેટ મેહુલ બોઘરા(Advocate Mehul Boghra)એ કાયદાને ભગવાન માનનારી પોલીસને જ કાયદો શીખવ્યો હતો.
ગત રોજ તારીખ 22/01/2022 ના રોજ સાંજના 05:00 વાગ્યાની આસપાસ અમરોલી(Amaroli) પોલીસ સ્ટેશન ડી સ્ટાફ પોલીસ કર્મચારી કીરીટભાઈ કાળા કાચ વાળી અનેનંબર પ્લેટ વિનાની ગાડી લઈને રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કર્મચારી સામે ટ્રાફિક પોલીસને ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે બ્લેક ફિલ્મ રાખવા બદલ, નંબર પ્લેટીના ગાડી ચલાવવા બદલ, પીયુસી, નો-પાર્કિંગ વગેરેનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સાથે જ તેની ગાડીનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મળતી માહિતી અનુસાર આ પોલીસ કર્મચારી ડી સ્ટાફનો હોવાનું સામે આવ્યું છે. હાલમાં અમરોલી પોલીસ કર્મીને દંડ ફટકારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
વધુમાં એડવોકેટ મેહુલ બોઘરાએ જણાવતા કહ્યું હતું કે, યુનિફોર્મ પહેરીને પોતાને કાયદાથી ઉપર સમજતા અને કાયદાઓના ભંગ કરતા એક પણ પોલીસ કર્મચારીઓને છોડવામાં આવશે નહીં તેની હું ખાતરી આપુ છું. સાથે વધુમાં જણાવતા કહ્યું હતું કે, જો સામાન્ય જનતા પાસે નિયમોનું પાલન કરાવવામાં આવતું હોય તો પોલીસ કર્મચારીઓને પણ કાયદાનું ભાન થવું જોઈએ.
ત્યારે મહત્વનું છે કે, જો સામાન્ય જનતાને તમામ નિયમો લાગુ પડતા હોય તો જે કાયદાનું પાલન કરાવે છે તે વ્યકિત જ કાયદાનું ઉલ્લંઘન કરે તે કેટલું યોગ્ય કહી શકાય? કાયદાના રક્ષક જ કાયદાના ભક્ષક બનીને બેઠા રહેશે તો સામાન્ય જનતાને જોવું જ રહ્યું. નિયમો ફક્ત જનતા માટે નહિ પરંતુ જે નિયમોનું પાલન કરાવે છે તે વ્યક્તિને પણ નિયમોનું પાલન કરાવવું જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.