હસવું નહી રોકી શકો- પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને જુઓ કેવી રીતે સરકારની મજાક ઉડાવાઈ

કોંગ્રેસ(Congress) નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)એ પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ની વધતી કિંમતોને લઈને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) પર નિશાન સાધ્યું છે. એટલું જ નહીં, તેમણે યુવાનોને રોજગાર, ખાનગીકરણ અને ખેડૂતોના મુદ્દે પણ કેન્દ્ર સરકારને ઘેરી છે. રાહુલે ટ્વીટ કરીને પીએમ મોદીની ડેઈલી ટુ-ડૂ લિસ્ટ શેર કર્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, “વડાપ્રધાનની ડેઈલી ટૂ-ડુ લિસ્ટ. 1. પેટ્રોલ-ડીઝલ-ગેસના દરમાં કેટલો વધારો કરવો જોઈએ, 2. લોકોના ‘ખર્ચે પે ચર્ચા’ને હું કેવી રીતે રોકી શકું, 3. યુવાનોને રોજગારના પોકળ સપના કેવી રીતે બતાવું, 4. આજે કઈ સરકારી કંપનીને વેચવી જોઈએ? 5. ખેડૂતોને વધુ લાચાર કેવી રીતે કરવા? ”

રાહુલ ગાંધીએ કરેલા ટ્વીટમાં લોકો આપી રહ્યા છે અનોખી પ્રતિક્રિયા:
જેમાં એક યુઝર્સે લખ્યું છે કે, “ધીમે ધીમે નફરત અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે”. જ્યારે અન્ય એક યુઝર્સે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, અચ્છે દિન… 5 કિલો ફ્રી મળી રહેલા રાશનને 1000 રૂપિયાના ગેસના બાટલા પર રાંધવાની કઈ અલગ જ મજા છે. વધુ એક યુઝર્સે કહ્યું છે કે, મોદી સરકાર શું સંદેશ આપવા માંગે છે? હવે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે નહીં, હાઇડ્રોજન કાર ખરીદી લઈએ? વધુ એક યુઝર્સે કહ્યું કે, મોદી સરકારનો રોજ સવારનો એક જ એજન્ડા હોય છે કે હું દેશની જનતાને ખર્ચના બોજ નીચે દબોચી દવ, લોકોને એટલા લાચાર બનાવી દઉં કે તેઓ દેશના સાચા મુદ્દાઓ ભૂલી જાય.

એક યુઝર્સે પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ પર લખ્યું છે કે, અચ્છે દિન આ ગયે. જ્યારે અન્ય એક યુઝર્સ મોદી પર નિશાન સાધીને કહે છે કે, મોદીજી ધ્યાનથી સાંભળો..લોકો કેટલા પરેશાન છે… લોકો તમને પ્રશ્ન પર પ્રશ્ન પૂછે છે…તમે ક્યારે જવાબ આપશો???

વધુ એક યુઝર્સે લખ્યું છે કે, રાષ્ટ્રહિતમાં 1000 રૂપિયા પેટ્રોલ અને ડીઝલ ચૂકવવા પડે તો મને કોઈ દુઃખ નથી, પહેલા દેશ પછી મોંઘવારી, મારો મત હંમેશા મોદીજીને… વધુ એક યુઝર્સે કહ્યું છે કે, ભાજપ જેટલી જીતશે તેટલું ભારત હારશે, બીજેપી હટાઓ દેશ બચાવો. અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, જે દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવ ન વધે.. ત્યારે લાગે છે કે દેશનો ‘વિકાસ’ અટકી તો નથી ગયો ને…

અન્ય એક યુઝર્સે લખ્યું છે કે, કોઈ પણ વિરોધ ન કરે, કારણ કે સરકાર આપણે જ ચૂંટી છે. હું આ મોંઘવારીનું સ્વાગત કરું છું. વધુ એક યુઝર્સે લખ્યું છે કે, क़ीमतों में इज़ाफ़े के यूँ तो सौ बहाने हैं सच ये है कि उन्हें भरने अपने ख़ज़ाने हैं. આ પ્રકારની અલગ અલગ પ્રતિક્રિયા વધી રહેલા પેટ્રોલ-ડીઝલને લઈને રાહુલ ગાંધીના ટ્વીટ પર આપી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 8મી વખત વધારો થયો છે:
ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઝડપથી વધી રહી છે. છેલ્લા 9 દિવસમાં બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 8મી વખત વધારો કરવામાં આવ્યો છે. નવાઈની વાત એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *