જુઓ કેવી રીતે આ વ્યક્તિ કોઈ પણ ડર વગર કિંગ કોબ્રા સાથે રમી રહ્યો છે જીંદગીનો દાવ- વિડીયો જોઇને હચમચી જશો

ઘણી વખત સોશિયલ મીડિયાની દુનિયામાંથી ઘણા વિચિત્ર વીડિયો સામે આવે છે, જેને જોઈને આપણે સૌ ચોંકી જઈએ છીએ. ત્યારે હાલમાં જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો જોયા પછી, તમે ચોક્કસપણે વિચારવા માટે મજબુર થશો કે આ કેવી રીતે બન્યું? ખરેખર, અમે જે વિડીયો વિશે વાત કરી રહ્યા છીએ, તેમાં એક સ્કૂટી દેખાય છે પરંતુ એક ખતરનાક કિંગ કોબ્રા સ્કૂટીના હેન્ડલમાં છુપાયેલો છે.

હવે તમે જ વિચાર કરો કે, આ સ્કૂટી ચલાવવા માટે કોઈ તેના પર બેસે તો શું થયું હોત. તો તેનું મૃત્યુ થઇ શકત. પરંતુ સદનસીબે, કોઈએ પહેલાથી જ આ કોબ્રા જોયો હતો. જે બાદ તેને સ્કૂટીના હેન્ડલ પરથી દૂર કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. કોઈએ આ ઘટનાનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કર્યો હતો. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ જ ઝડપથી વધારો થઇ રહ્યો છે.

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, અરીસાની બાજુથી સાપ દેખાય છે. પછી થોડા સમય પછી સ્કૂટીના હેન્ડલમાંથી એક મોટો કોબ્રા સાપ બહાર આવે છે. વાસ્તવમાં એક વ્યક્તિ આ સાપને સ્કૂટીના હેન્ડલમાંથી બહાર કાઢે છે. આસપાસ ઉભેલા લોકો વિડીયો ઉતારવાનું શરુ કરે છે. વિડીયોમાં જોઈ શકો છો કે સાંપ વ્યક્તિ પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે નજીકમાં ઉભેલા લોકો આ વિડીયો જોઇને ખુબ જ ડરી જાય છે.

વ્યક્તિ દ્વારા સાપને પકડવા માટે પાણીની બોટલમાં નાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને અચાનક જ કોબ્રાબહાર આવે છે. કોઈને કોઈ રીતે સાપને બહાર કાઢવામાં આવે છે. આ વિડીયો જોઇને લોકોને સમજવું જોઈએ કે, સાપથી દુર રહેવુ વધારે સારું છે. નહીંતર ઘણી વખત વ્યક્તિને તેની ભૂલનો ભોગ બનવું પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *