આ યુવતીને ભૂત સાથે થયો પ્રેમ, સંબંધ માટે યુવતીના પરિવારના લોકોએ પણ આપ્યો સહકાર

આયર્લેન્ડ: એક અનોખી પ્રેમ કહાની વિષે આજે અમે તમને જણાવવા જી રહ્યા છીએ. જેમાં એક જીવતી મહિલાને એક ભૂત સાથે પ્રેમ થયો છે. હા આ એક સત્ય હકીકત છે. એટલું જ નહીં, તેને પ્રેમમાં પોતાની તમામ હદો પણ પાર કરી હતી. જયારે તેમણે ભૂત સાથે લગ્ન કર્યા હતા.

આ ઘટના નોર્દન આયર્લેન્ડના ડાઉનપેટ્રિક શહેરમાં રહેવાવાળી મહિલા અમાંડા ટિગની છે. 45 વર્ષની આ મહિલાએ કોઈ વ્યક્તિ સાથે નહિ પરંતુ એક ભૂત સાથે લગ્ન કર્યા છે. જાણવા મળ્યું છે કે, બંનેની વચ્ચે પહેલા મિત્રતા થઇ હતી અને બાદમાં તેમણે લગ્ન કરી લીધા હતા. અમાંડાને કોઈપણ જીવિત વ્યક્તિ પસંદ પડતો ન હતો. પરંતુ તેને એક ભૂતે ખુબ આકર્ષિત કરી હતી. જેને કારણે તેણે એ ભૂત સાથે લગ્ન કરવા માટે રાજી થઇ ગઈ હતી. ત્યારબાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.

અમાંડાના જણાવ્યા મુજબ, તેમના પ્રેમ અને તેમના પતિ બનેલ વ્યક્તિનું નામ જૈક છે. જૈકનું મૃત્યુ લગભગ 300 વર્ષ પહેલા એટલે કે, 1700ની સાલમાં થઇ હતું. જૈક એક સમુદ્રી ડાકુ હતો. અમાંડાએ કહ્યું છે કે, તેમણે ક્યારેય જૈકને જોયો નથી પરંતુ જૈક વિષે કહેવાય છે કે, તે એક ડાર્ક યુવક હતો. એટલું જ નહીં, તેના લાંબા સુધી કાળા વાળ પણ રહ્યા હતા. મહિલાને લાગે છે કે, તે પાઇરેટ્સ ઓફ કૈરેબિયનના કેપ્ટન જૈક સ્પેરો જેવો લાગતો હશે. અપરાધી હોવાને કારણે તેમને 1700ની સાલમાં મૃત્યુની સજા ફટકારવામાં આવી હતી. બંનેની સગાઇ પણ કરી હતી. જૈકને માનીને તેની વીંટી એક તલવારને પહેરાવી હતી.

પહેલાથી જ અમાંડા એક જીવિત વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. તેનાથી તેને 5 સંતાન પણ છે. પહેલા પતિથી અલગ થઈ ગયેલ અમાંડા કહે છે કે, તે જેવું જૈક સાથે મહેસુસ કરે છે એવું બીજા કોઈની સાથે કરતી નથી. અમાંડા મુજબ તેણે જેટલો જૈકને સમજ્યો છે અને જાણ્યો છે. તેમ તેમ તેને વધુ પસંદ આવવા લાગ્યો છે. એક દિવસ તેમની પ્રેમ કહાનીમાં ટીવીસ્ટ આવે છે અમાંડા એક દિવસ સુઈ ગઈ હોય છે અને સપનામાં તેને જૈક આવે છે અને જણાવે છે કે, આપણે બંને એક થઇ શકીએ છે.

અમાંડાએ પણ આની પહેલા ક્યારેય આવા સંબંધ વિષે ક્યારેય સંભલીયું ન હતું. ત્યારબાદ તેણે આના વિષે થોડી રિસર્ચ કરી અને પછી તેણે હકીકતમાં વ્યક્તિ અને આત્મા વચ્ચેના સુદનાર સંબંધ વિષે સમજ્યું હતું. અમાંડા જણાવે છે કે, ક્યારેય જૈકએ પોતાના જીવનકાળ દરમિયાન લગ્ન કર્યા નહોતા. એટલું જ નહીં, તેની આત્મા ખુબ શક્તિશાળી છે. અમાંડાના પરિવારે આ અનોખી પ્રેમકહાનીમાં તેને સંપૂણ સાથ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *