Seema Haider and Sachin stayed at a hotel in Kathmandu: પાકિસ્તાનથી આવેલી આપણી ભાબી એટલે કે સીમા હૈદરને લઈને રોજ રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. તે દરમિયાન ભારતમાં એન્ટ્રી કરતા પહેલા સીમા હૈદર(Seema Haider and Sachin stayed at a hotel in Kathmandu) નેપાળની રાજધાની કાઠમાંડૂમાં જે હોટલમાં રોકાયેલી હતી, તે હોટલના માલિકે આજે એક મોટો ખુલાસો કર્યો છે.સીમા હૈદર અને સચિન મીણા હોટલમાં રોકાવા દરમ્યાન શિવાંશ નામના વ્યક્તિ રુમ બુક કરાવી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત-ચીત કરતા નેપાળના એક હોટલના માલિક ગણેશે કહ્યું કે, સચિન અને સીમા હૈદર માર્ચ 7-8 ના રોજ રુમમાં રોકાયા હતા. તેમણે જણાવ્યું છે કે, તેઓ મોટા ભાગે રુમમાં જ રહેતા હતા.ક્યારેક ક્યારેક સાંજના સમયે બહાર જતાં હતા અને રાતના 9.30-10 વાગ્યા સુધીમાં હોટલ બંધ થઈ જવા પર ફટાફટ પાછા આવી જતાં હતા.
સચિને હોટલમાં રોકાવા માટે શિવાંશ નામનો ઉપયોગ કર્યો હતો
તેમણે વધુમાં જણાવાયું છે કે, સચિને હોટલ પહેલાથી જ બુક કરાવી લીધી હતી અને હોટલના કર્મચારીઓને જાણ કરી હતી કે, પત્ની સીમા બીજા દિવસે તેની સાથે આવશે. તેમણે કહ્યું કે, બધું અમારા પ્લાન અનુસાર જ થઈ રહ્યું હતું. બીજા દિવસે સીમા હોટલ પર પહોંચી અને તે બંને બાળકો વગર જ અલગ અલગ જતાં રહ્યા.
તેમણે બીજું કહ્યું કે, સચિને હોટલમાં રોકાવા દરમ્યાન શિવાંશ નામનો ઉપયોગ કર્યો અને તેમણે પેમેન્ટ માટે ભારતીય રૂપિયાનો ઉપયોગ કર્યો હતો. મળતી માહિતી અનુસાર, યુપી એટીએસ સીમા હૈદર સાથે મંગળવારે મુલાકાત, નેપાળના રસ્તે ભારતમાં પ્રવેશ અને અન્ય વિવરણો વિશે 12 કલાક સુધી પુછપરછ પણ કરી હતી.
તો વળી સચિન અને તેના પિતા નેત્રપાલ સિંહને પણ સવારે લગભગ 8.30 કલાકે ગ્રેટર નોઈડાના રબૂપુરા વિસ્તારમાં તેમના નિવાસસ્થાને પુછપરછ કરવા માટે લઈ ગયા અને સવારે લગભગ 10 કલાકે નોઈડા એટીએસના યૂનિટ કાર્યાલયમાં લાવવામા આવ્યા, જ્યાં મોડી રાત સુધી પુછપરછ પણ ચાલી. પુછપરછ દરમ્યાન સીમા હૈદરે સતત કહી રહી હતી કે, તે ફક્ત પોતાના પ્રમી સચિન મીણાને મળવા ભારત આવી હતી.
હાલમાં એટીએસ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ડેટા સાથે પોતાના નિવેદનોનું ક્રોસ વેરિફિકેશન કરી રહી છે. સૂત્રોએ મીડિયા રીપોર્ટ જણાવ્યું કે, ડેટા કાઢવા માટે તેનો મોબાઈલ ફોન અને અન્ય સામાન એટીએસના કબ્જામાં છે.
તપાસમાં સામેલ યૂપી પોલીસે પણ કહ્યું છે કે, જાસૂસીમાં તેની સંડોવણી પર શંકા નથી કરી. જો કે, હાલમાં પણ નિશ્ચિત નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળ કહેવાશે. સ્થાનિક પોલીસ વિદેશી અધિનિયમ અંતર્ગત મામલાની તપાસ કરી રહી છે. હાલમાં આરોપ પત્ર દાખલ નથી કર્યા.
ઉત્તર પ્રદેશ વિશેષ પોલીસ મહાનિદેશક પ્રશાંત કુમારે કહ્યું કે, જાસૂસીના આરોપમાં આટલું જલ્દી કંઈ કહી શકાય નહીં. મામલો બે દેશો સાથે જોડાયેલ છે. એટલે જ્યાં સુધી અમારી પાસે પુરતા પુરાવા નથી આવે ત્યાં સુધી આ સંબંધમાં કંઈ પણ કહેવું યોગ્ય નહીં હોય.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube