ગુજરાત: દિવાળીના તહેવાર (Diwali festival) માં પ્યાસીઓની પ્યાસ બુઝાવવા માટે રાજકોટ (Rajkot) સહિત સમગ્ર સૌરાષ્ટ્ર (Saurashtra) ના બુટલેગરો દારૂ (Alcohol) ની રેલમછેલ કરવા માટે સક્રિય બન્યા છે ત્યારે બીજી તરફ પોલીસ પણ દારૂના ધંધાર્થીઓ પર ઘોંસ બોલાવી રહી છે. હજુ ગઇકાલે જ શાપર-વેરાવળ (Shaper-Veraval) પાસે 13.53 લાખ રૂપિયાના દારૂનો જથ્થો ભરેલુ કન્ટેનર રૂરલ ક્રાઇમ બ્રાંચે પકડી પાડ્યું હતું.
પોલીસે ચોક્કસ બાતમીને આધારે ધરપકડ કરી:
રાજકોટ LCB પોલીસને મળેલ ચોક્કસ બાતમીને આધારે કોટડાસાંગાણી તાલુકામાં આવેલ શાપર વેરાવળ ખાતે નેશનલ હાઇવે રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને વહન કરી જુનાગઢ બાજુ પસાર થનાર કંન્ટેનર નં. GJ-15-AT-2709 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ મળી આવ્યો હતો.
જેમાં બોટલ નંગ- 3732 જેની કિંમત 13,53,600 રૂપિયા તેમજ કન્ટેનર સાથે મળીને કુલ 28,58,600 રૂપિયાના મુદામાલ સાથે હેમારામ રેખારામ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એકબાજુ રાજ્યમાં દારુબંધીની વાતો ચાલી રહી છે ત્યારે આવા લોકો નિ:સંકોચપણે હેરાફેરી કરી રહ્યા છે.
દારૂનો જથ્થો પકડાઇ ગયો:
પકડાયેલ હેમારામેં આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવ્યાની તેમજ જૂનાગઢ પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી. સાથે જ જૂનાગઢ પહોંચ્યા પછી દારૂનો જથ્થો મંગાવનારને વ્હોટસએપ કોલ કરવાનો હતો જયારે શાપર નજીક જ દારૂનો જથ્થો પકડાયો હતો. બાદમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.