સુરતમાં દિવાળીની ખુશી માતમમાં ફેરવાઈ- ‘મમ્મી હું તૈયાર થઈને આવું’ કહીને દીકરી રૂમમાં ગઈ અને….

ગુજરાત: સુરત શહેર (Surat city) માં આવેલ ડભોલી વિસ્તાર (Dabholi area) માં તૈયાર થઈને આવું છું એમ કહીને ગયેલ દીકરી 30 મિનિટ પછી જ રૂમમાંથી…

ગુજરાત: સુરત શહેર (Surat city) માં આવેલ ડભોલી વિસ્તાર (Dabholi area) માં તૈયાર થઈને આવું છું એમ કહીને ગયેલ દીકરી 30 મિનિટ પછી જ રૂમમાંથી ગળેફાંસો (Throat) ખાધેલ હાલતમાં મળી આવતા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ચુક્યો છે. 4 સંતાનોમાં 17 વર્ષીય પૂજા ત્રીજા નંબરની દીકરી હોવાનું પિતાએ કહ્યું હતું. સોસાયટી (Society) માં બનેલ આ ઘટના પછી સિંગણપોર પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરી તપાસ હાથ ધરાઈ છે.

જીવવાની તમામ ઈચ્છાઓ મરી ગઈઃ પિતા
મૃતકના પિતા જણાવે છે કે, 17 વર્ષીય દીકરીને ગળેફાંસો ખાધેલ હાલતમાં જોયા પછી જીવવાની બધી જ ઈચ્છાઓ મરી ગઈ છે. અમે ભાવનગરના રહેવાસી છે. કંઈ જ ખબર નથી કે દીકરીના આપઘાતને લઈ, બસ હવે તો એની અંતિમવિધિ કરી ભૂલચૂકની માફી માગવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી.

દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા દીકરી લટકતી મળી આવી:
વધુમાં દીકરીના પિતા જણાવે છે કે, અમે શેરીઓમાં કપડા વેચીને ગુજરાન ચલાવી રહ્યા છીએ. ઘરની નીચે દુકાન હોવાને લીધે આસપાસ સ્થાનિક ગ્રાહકો પણ મળી રહે છે. આજે સવારમાં માતા સાથે કપડા વેચવા જવાની હતી. માતાને તૈયાર થવા જાઉં છું એમ કહીને પહેલા માળે આવેલા રૂમમાં ગઈ હતી.

આ કહ્યા બાળા 30 મિનિટ પછી પણ ન આવતા માતા એને બુમો પાડી બોલાવવા ગઈ હતી. દરવાજો ન ખોલતા હોબાળો થઈ ગયો હતો. છેવટે દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા પૂજા લટકતી હાલતમાં જોઈને માતા-પિતાના હોંશ ઉડી ગયા હતા.

દિવાળીની ખુશી માતમમાં ફેરવાય ગઈ:
આ ઘટનાની જાન થતા આખું ઘર કલ્પાનથી ગુંજી ઉઠ્યું હતું. કોઈને ખબર જ ન હતી કે, પૂજાએ આપઘાત કેમ કર્યો, છેવટે નીચે ઉતારીને આશામાં હોસ્પિટલ લઈ આવ્યા હતા કે, જ્યાં તેને મૃત જાહેર કરતા દિવાળીની ખુશી માતમમાં બદલાઈ ગઈ હતી. સિંગણપોર પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *