જનતાને મળી મોટી રાહત / CNG-PNG ગેસના ભાવમાં એકસાથે થયો મોટો ઘટાડો- જાણી લો નવો ભાવ 

સતત વધી રહેલી મોંઘવારી(inflation) વચ્ચે એક રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. વાત કરવામાં આવે તો CNG અને PNG ના ભાવમાં મોટો ઘટાડો(CNG-PNG price cut) કરવામાં આવ્યો છે. અદાણી ટોટલ ગેસે(Adani Total Gas) CNG અને PNG ના ભાવ ઘટાડી મોટી રાહત આપી છે.

મહત્વનું છે કે અદાણી દ્વારા CNG અને PNGના ભાવમાં એક સાથે મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. અદાણીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 6 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

જ્યારે અદાણી એ PNGના ભાવમાં ચાર રૂપિયા નો ઘટાડો કર્યો છે. એટલે કે હવે અદાણી PNGનો ભાવ 49.83 રૂપિયા થઈ ગયો છે. અમદાવાદમાં CNGનો પ્રતિ કિલો નો ભાવ ઘટીને 73.29 રૂપિયા થઈ ગયો છે. ગુજરાતમાં અન્ય ગેસ એજન્સી સીએનજીના ભાવમાં પાંચથી આઠ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્રની નવી ગેસ નીતિને પગલે CNG ગેસના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. વાત કરીએ તો CNG ગેસના ભાવમાં 8.13 રૂપિયાનો ઘટાડો કરાયો છે જ્યારે PNG ગેસના ભાવમાં 5.06 રૂપિયાનો ઘટાડો કરાયો છે. CNG નો નવો ભાવ 8.13 રૂપિયા ઘટીને 73.29 થઈ ગયો છે. જ્યારે PNG નો નવો ભાવ 5.06 ઘટીને 49.83 રૂપિયા થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *