બોલિવુડ અને સાઉથન સુપર સ્ટાર અભિનેતા કમલ હસનની દીકરી અક્ષરાએ અમિતાભ બચ્ચન અને ધનુષની ફિલ્મ ‘શમિતાભ’થી 2015માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તાજેતરમાં જ તે સાઈબર ક્રાઈમની વિક્ટીમ બની છે. તેની અંગત તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. જોકે, આ તસવીર તેની જ છે કે કોઈએ છેડછાડ કરી છે. તે હજુ સ્પષ્ટ થયું નથી. સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યાં છે કે આ તસવીર અક્ષરાની જ છે.
અક્ષરાની કેટલીક તસવીરો ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અક્ષરા હસન છે. આ તસવીરોમાં અક્ષરા અંડરગાર્મેન્ટ્સમાં સેલ્ફી લેતાં જોવા મળે છે. અક્ષરાને ઈનરવેરમાં જોઈને તેના ફેન્સ શોકમાં છે.
આ તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે આ તસવીરો અક્ષરાની જ છે કે પછી ફોટો સાથે છેડછાડ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે તે પહેલી એક્ટ્રેસ નથી જેની પ્રાઈવેટ તસવીરો આ રીતે વાઈરલ થઈ હોય. થોડા દિવસો પહેલા એમી જેક્સનનો પણ ફોન હેક કરવામાં આવ્યો હતો. તેની પર્સનલ તસવીરો પણ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ હતી.