સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરિંગ સેલની નિર્લિપ્ત રાયની ટીમે પકડ્યો લાખોનો દારુ

Published on Trishul News at 2:50 PM, Sat, 26 August 2023

Last modified on August 26th, 2023 at 4:28 PM

Liquor worth 26.27 lakhs was seized in Surat: ગુજરાતમાં ખાલી કહેવા પુરતું જ દારૂબંધી છે. કારણ કે, ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં છાસવારે વિદેશી દારૂનો જથ્થો પકડતો હોય છે.ત્યારે નશાના વેપલા સામે સુરત શહેર પોલીસ ફરીથી ઊંઘતી ઝડપાઇ હોય એ રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરીને 22992 બોટલ(Liquor worth 26.27 lakhs was seized in Surat) સાથેનો આખો ટેમ્પો પકડી પાડવામાં આવ્યો છે. અને તેની સાથે 3 આરોપીઓને ઝડપી લઈને કુલ 26.27 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

ગાંધીના ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં કેટલોય દારૂ પકડાઈ રહ્યો છે. આવા દ્રશ્યોથી અનેક સવાલો ઉભા થાય છે.ગુજરાતના સુરત શહેરમાં દારૂનો બેફામ વેપલો થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલે પર ઈચ્છાપોર GIDCમાંથી દારૂ બિયરની 22,992 બોટલ પકડી પાડવામાં આવી છે.દારૂ અને બિયરની કિંમત 26,27,280 જેટલી નોધવામાં આવી છે.આ ઉપરાંત સ્ટેટ મોનિટરિંગ સેલે 3 આરોપીઓ પાસેથી 3 મોબાઇલ અને 3 વ્હીકલ સાથે 3 આરોપીને પકડી પડ્યા છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 9 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે પકડાયેલા લોકોના કિશન રાજપુરોહિત, શંકરરામ બિશ્નોઈ અને ભજનલાલ બિશ્નોઈનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસે ગોવાના મુન્નાભાઈ, શ્રવણ, ભાવેશ, સુશીલ પાંડે, દિનેશ બિસ્નોઈ, રોયલ બન્ના સહિત 9 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે. અગાઉ પણ સુરતમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂના મુદ્દા માલ સાથે ઈસમો પકડ્યા છે. એક તરફ નો ડ્રગ્સ ઇન સુરત સિટીની વાતો અને બીજી તરફ દારૂનું બેફામ વેચાણ થતું હોય તેવું સામે આવ્યું છે.

Be the first to comment on "સુરતના ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટેટ મોનીટરિંગ સેલની નિર્લિપ્ત રાયની ટીમે પકડ્યો લાખોનો દારુ"

Leave a comment

Your email address will not be published.


*