સેન્સેક્સ 850, નિફ્ટીમાં 200 પોઈન્ટથી વધુ નો ઉછાળો, રોકાણકારોએ માર્કેટ ખુલતાની સાથે જ કરી 2.5 લાખ કરોડની કમાણી

શેરબજાર(Stock market): બજેટ(Budget) પહેલા શેરબજારો જોરદાર ઝડપ સાથે ખુલ્યા છે. મંગળવારે પ્રથમ ટ્રેડિંગ કલાકમાં સેન્સેક્સ(Sensex) 850 અને નિફ્ટીએ(Nifty) 200 પોઈન્ટથી વધુનો ઉછાળો નોંધાવ્યો હતો. સેન્સેક્સની શરૂઆત 631 પોઈન્ટના વધારા સાથે થઈ હતી. પ્રથમ મિનિટમાં જ રોકાણકારોએ(Investors) 2.5 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

માર્કેટ કેપ 267 લાખ કરોડને પાર
સોમવારે માર્કેટ કેપ રૂ. 264.45 લાખ કરોડ હતી, જે આજે રૂ. 267 લાખ કરોડથી ઉપર છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 230 પોઈન્ટથી વધુ વધીને 17,573 પર ટ્રેડ કરી રહ્યો છે. તેના મોટાભાગના શેર લાભમાં ટ્રેડ થઈ રહ્યા છે.

આ શેરોમાં ફાયદો
ICICI બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, HDFC, ઇન્ફોસિસ, સન ફાર્મા અને કોટક બેન્ક મુખ્ય નફાકારક છે. આ સિવાય એચડીએફસી બેંક, બજાજ ફિનસર્વ, લાર્સન એન્ડ ટુબ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક, બજાજ ફાઇનાન્સ પણ ફાયદામાં ટ્રેડ કરી રહ્યાં છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ, ટાઇટન, SBI અને પાવરગ્રીડના શેરમાં નજીવો વધારો થયો છે. માત્ર બે ઘટતા શેરો ડૉ. રેડ્ડી અને ITC છે. સેન્સેક્સના 168 શેર અપર સર્કિટમાં છે અને 183 લોઅર સર્કિટમાં છે. આનો અર્થ એ છે કે એક દિવસમાં, આ શેર ન તો ઘટી શકે છે અને ન તો ચોક્કસ મર્યાદાથી વધુ વધી શકે છે.

બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 17,529 પર ખુલ્યો હતો. 17,578 તેનું ઉપલું સ્તર અને 17,468 તેની નીચેનું સ્તર હતું. તેના 50 શેરોમાંથી 44 શેરો લાભમાં છે અને 6 ઘટાડામાં છે. તેના મિડકેપ, ફાઇનાન્શિયલ, બેન્કિંગ અને નેક્સ્ટ 50 ઇન્ડેક્સમાં નોંધપાત્ર વધારો થયો છે. નિફ્ટીના ઘટતા શેરોમાં ભારત પેટ્રોલિયમ, ટાટા મોટર્સ, ઈન્ડિયન ઓઈલ, ONGC અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે. નિફ્ટીના વધતા શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક, ICICI બેન્ક, બ્રિટાનિયા અને HDFCનો સમાવેશ થાય છે.

મંગળવારે 814 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો
મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 814 પોઈન્ટ વધીને 58,014 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 231 પોઈન્ટ વધીને 17,339 પર બંધ થયો હતો. આઈટી કંપનીઓના શેર ઊંચા હતા. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 264.45 લાખ કરોડ હતું. આ સમયગાળા દરમિયાન રોકાણકારોએ રૂ. 3 લાખ કરોડથી વધુની કમાણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *