મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં પોલીસે એક સીરીયલ કિલરની ધરપકડ કરી છે. જે લોકોને પૈસાની અને ખજાનાની લાલચ આપીને પૈસાની ચુકવણી નહીં કરવા બદલ તેમની હત્યા કરતો હતો. આ વ્યક્તિએ અત્યાર સુધીમાં કુલ 6 લોકોની હત્યા કરી છે.
8 નવેમ્બર 2020ના રોજ પોલીસ દ્વારા ભોપાલ નજીક સુખી સેવણિયા ગામ નજીક જંગલમાં એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની ઓળખ છુપાવવા માટે તેનો ચહેરો પત્થર મારીને બગાડી નાખ્યો હતો. મૃતદેહની ઓળખ આદિલ વહાબ નામના યુવક તરીકે થઈ હતી. પરંતુ પોલીસ સમક્ષ પડકાર એ હતો કે, જંગલમાં એક સુમસાન સ્થળે થયેલી હત્યા અંગે તેની પાસે કોઈ સાક્ષી નથી.
પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી ત્યારે જાણવા મળ્યું કે, મણીરામ સેન નામના શખ્સે મૃતક પાસે ખજાનો લાવવાનું કહ્યું હતું અને બદલામાં તેની પાસેથી 17 હજાર રૂપિયા લીધા હતા. ઘણા સમય પછી પણ જ્યારે આદિલને ખજાનો ન મળ્યો ત્યારે તેણે મણીરામ પાસેથી પૈસા પાછા માંગવાની શરૂઆત કરી.
ત્યારબાદ મણિરામ આદિલને પોતાની સાથે સુખી સેવણિયાના જંગલોમાં લઈ ગયો અને ત્યાં તેણે પૂજાના બહાને આંખો બંધ કરીને બેસાડી દીધો. તક મળ્યા બાદ આદિલને તેના માથાના પાછળના ભાગે પહેલા માર માર્યો હતો અને ત્યારબાદ શરીર ન ઓળખાય તે માટે તેના ચહેરાને પથ્થરથી કચડી નાખ્યો હતો.
પોલીસે આ હત્યાની તપાસમાં મૃતકના સંબંધીઓ અને મિત્રો સહિત લગભગ 74 લોકોની શોધખોળ કરી હતી અને પોલીસને આ બનાવ પાછળ મણિરામનો હાથ હોવાના પુરાવા મળ્યા હતા.
હત્યા કેસ ચલાવ્યા બાદ આરોપી મણિરામ ભાગી ગયો હતો. આ હત્યાના આરોપી પર 20 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું. ઘટના બાદ આરોપી મણિરામ ફરાર થઈ ગયો હતો અને જયારે તે ભાગે ત્યારે તે પોતાની સાથે મોબાઈલ રાખતો ન હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરવા બાતમી આપતા કહ્યું કે, મણિરામ સાગર જિલ્લાના રાહતગઢ આવવા જઇ રહ્યો હતો. તે અલ્હાબાદથી ફરાર થઈ ગયો હતો. પોલીસે જ્યારે મણીરામને પકડી તેની પૂછપરછ કરી ત્યારે તેણે હત્યાની કબૂલાત આપી હતી.
આરોપી જંગલમાં ખજાનો કાઢવાના નામે પૈસા એકઠા કરે છે. જ્યારે તિજોરી બહાર ન આવી, ત્યારે લોકો પૈસા પરત લેવા દબાણ કરતા. ત્યારે મણિરામ તેમને સુમસાન જંગલમાં લઈ જતા અને પૂજાના બહાને તેમની આંખો બંધ કરાવીને તેને પાછળથી માથાના ભાગે માર મારીને હત્યા કરતો હતો.
આરોપી મણીરામ પહેલેથી જ પાંચ લોકોની હત્યા કરી ચુક્યો છે. આરોપી મણિરામ સેન મૂળ ગિરસપુર જિલ્લા, વિદીશાનો વતની છે અને વર્ષ 2000 માં પાંચ લોકોની હત્યા કરવા બદલ આજીવન સજા ભોગવ્યા બાદ વર્ષ 2017 માં જેલમાંથી છૂટી ગયો હતો. મણિરામે વિદિશા જિલ્લાના ગ્યાયસપુરમાં તે જ રીતે ખજાનો મેળવવાના નામે પૈસા લીધા હતા. પરંતુ જ્યારે પૈસા પાછા માંગવાનું દબાણ કર્યું ત્યારે તે પાંચેયને જંગલમાં લઈ ગયો હતો અને તેમની હત્યા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle