વધતી જતી જન સંખ્યાની સાથે ભ્રષ્ટાચાર (Corrupt) પણ વધતો જાય છે. સાથે જ ભ્રષ્ટાચારીના લીધે લોકોની પરેશાની વઘી રહી છે. આ વધતી જતી ભ્રષ્ટાચારીનો એક ચોકાવનારો કિસ્સો મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) જોવા મળ્યો છે. મધ્ય પ્રદેશના સિવની (seoni) જિલ્લાના કેવલરીમાં જીવિત લોકોને મૃત જાહેર કરીને કરોડો રૂપિયાનું કૌભાંડ (scam) સામે આવ્યું હતું.
મળતી માહિતી મુજબ આ કૌભાંડ મહેસૂલ વિભાગના અધિકારી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કૌભાંડમાં 279 જીવિત લોકોને મૃત જાહેર કરીને 11,16,00,000 રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. મહેસૂલ વિભાગ કેવલરીમાં કુદરતી આફતમાં પીડિત લોકો અને તેમના પરિવારજનોને આપવામાં આવતી રાહત રકમમાં કૌભાંડ સામે આવ્યું હતું. આમાં, તહસીલ સ્ટાફ સહાયક ગ્રેડ 3 સચિન દહાયત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપી ફરાર થઇ જતા પોલીસે તેની શોધ શરુ કરી છે.
મહેસૂલ વિભાગમાં 11,16,00,000ની છેતરપીંડી
સિવની જિલ્લાના મહેસૂલ વિભાગ કેવલરીમાં આરબીસી 6-4 હેઠળ કુદરતી આફતોથી પીડિતા લોકો અને તેમના પરિવારજનોને રાહત રકમ આપવામાં આવતી હતી, જેમાં રૂ. 11,16,00,000નું કૌભાંડ સામે આવ્યું હતું. આ કૌભાંડ સામે આવતા સિઓનીના કેવલરી તહસીલદાર હરીશ લાલવાણીના નિર્દેશથી આસિસ્ટન્ટ ગ્રેડ 3ના કર્મચારી સચિન દહાયત વિરુદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાતા આ સમગ્ર બાબતની પોલીસ તપાસ હાથ ધરાઈ હતી. પોલીસ કેસ થતા આરોપી ફરાર થઈ ગયો જેની શોધ શરુ છે.
ધારાસભ્યએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું…
સ્થાનિક ધારાસભ્ય રાકેશ પાલ સિંહે આ સમગ્ર ઘટના બાબતે મીડિયા સાથે વાત કરી હતી. રાકેશ પાલ સિંહે જણાવ્યું કે, આ કોઈ એક વ્યક્તિનું કામ નથી, પરંતુ આમાં ઘણા લોકો જોડાયેલા છે. આ સમગ્ર ઘટના મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીના ધ્યાન પર લાવતા, આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવશે. ધારાસભ્યએ આ કૌભાંડમાં સામીલ તમામ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. હાલ આ કેસની વઘુ પોલીસ તપાસ શરૂ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.