ઉત્તરાયણ પહેલા જ દોરાથી ગુજરાતમાં બે લોકોના ગંભીર અક્સ્માત- એકનું ગળું તો બીજાનો પગ કપાયો

કહેવાય છે કે ઉત્તરાયણ ખુશીઓનો તહેવાર છે, પરંતુ આ ખુશી કેટલાય લોકો માટે મોત બનીને સામે આવે છે. દર વર્ષે ઉત્તરાયણના દિવસોમાં કેટલાય લોકોના દોરીથી મૃત્યુ થાય છે. આ વર્ષે પણ ઉતરાયણને એક અઠવાડિયા જેટલી વાર છે ત્યારે, કપાયેલા પતંગની દોરીથી બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.

તમે સાંભળ્યું હશે કે ઉત્તરાયણના દિવસોમાં, કેટલાય ના ગળા કપાવાથી મૃત્યુ થતા હોય છે, સાથોસાથ કેટલાય લોકોને અન્ય જગ્યાએ દોરી ફસાતા ટાકા આવે છે. આ વર્ષે પણ આવી જ અમુક ઘટનાઓ સામે આવી છે. ઉતરાયણમાં દોરી થી બચવા, લોકો પોતાની ગાડી આગળ સળિયા ફીટ કરાવે છે તેમ છતાં, મોત બનીને આવેલી આ દોરીથી બચવું અશક્ય છે.

બારડોલી માંથી આવી જ એક ઘટના સામે આવતા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. પ્રવીણભાઈ પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી બારડોલીમાં નોકરી કરી રહ્યા છે. ગત શુક્રવારના રોજ પ્રવીણભાઈ સાથે અણધારી ઘટના સર્જાઇ હતી. બપોરના સમયે નોકરી પર પરત ફરતા પ્રવીણભાઈ ને અકસ્માત નો સામનો કરવો પડ્યો હતો. ગાંધી રોડ પરથી પસાર થઈ રહેલા પ્રવીણભાઈના મોઢાના ભાગે કપાયેલા પતંગની દોર આવતા, સ્ટેરીંગ નો કાબુ ગુમાવ્યો હતો અને રોડ ઉપર ધડામ દઈને પટકાયા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે, પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી અને પગનું હાડકું બહાર આવી ગયું હતું. અકસ્માત સર્જાતા પ્રવીણભાઈ થોડી પણ હિંમત હાર્યા નહોતા. તાત્કાલિક સ્થાનિકોએ પ્રવીણભાઈ ને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.

આવી જ એક બીજી ઘટના બારડોલીના બાબેન ગામમાં સર્જાઇ હતી. અહીંયા ધાવત ગામના રહેવાસી કૈલાશભાઈ, બપોરના સમયે સામાન લઈને મોટરસાયકલ લઇને પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાન અચાનક ગળાના ભાગે પતંગની દોર આવી હતી અને ગળાનો ભાગ કપાઈ ગયો હતો. ગંભીર અકસ્માત સર્જાતાં સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા અને કૈલાશભાઈ ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એક પતંગની દોર ના કારણે કૈલાશભાઈને ગળાના ભાગે 24 ટાકા આવ્યા હતા.

હાલના સમયમાં જ્યારે ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે દરેક લોકોને અપીલ છે કે, હેલ્મેટની સાથે સાથે ગળાના ભાગે નેક બેલ્ટ પણ પહેરવો જોઈએ. સાથોસાથ આ દિવસોમાં દરેક લોકોએ પોતાની મોટરસાયકલ ધીમી સ્પીડે ચલાવવી જોઈએ જેના કારણે આવનારો અકસ્માત ટળી શકે.

સાથોસાથ ઘણા વિસ્તારો છે, કે જ્યાંથી પસાર થતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાંથી પસાર થતી વખતે ગાડી ધીમી સ્પીડે ચલાવવી જોઈએ. સાથોસાથ ચારે તરફ નજર રાખવી જોઈએ, જેના કારણે આજુબાજુ માંથી આવતી કપાયેલી પતંગ દેખાય અને તેનાથી બચી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *