ગુજરાત રાજ્યનાં સુરત શહેરમાંથી પોલીસનાં દમનની એક ભયાનક ઘટના બહાર આવી છે. સુરત શહેરનાં ઉમરા પોલીસ મથકમાં બંધ રહેલાં એક શખ્સને ચોરીનો માલ ખરીદવાનાં આરોપમાં સત્તાવાર ધરપકડ કર્યા વિના પોલીસે એક અઠવાડિયા માટે બંધક બનાવી રાખ્યો હતો તેમજ તેની સાથે બર્બરતા આચરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મોહમ્મદ જાવેદ નામનાં વ્યક્તિએ આક્ષેપ લગાવ્યો છે કે, ધરપકડ કર્યા પછી તેને એક સપ્તાહ માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. પોલીસ દ્વાર સત્તાવાર રીતે ધરપકડ બતાવવામાં આવી નથી. જાવેદે આરોપ કર્યો છે કે, સળીયા સાથે તેનાં પ્રાઈવેટ પાર્ટ માં પેટ્રોલ તેમજ મરચું નાંખીને તેની સાથે ક્રૂરતાઓ આચરવામાં આવી રહી હતી.
કોર્ટે મેડીકલ તપાસ કરવાનાં આદેશ આપ્યા હતા…
જાવેદનાં એડવોકેટ યુસુફ શેખ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા ઉમરા પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ઝાલા વિરુદ્ધ ગુનો નોંધવા તેમજ આરોપીની મેડીકલ તપાસ કરવાનો હુકમ આપ્યો હતો. 6 ઓક્ટોબરે મોહમ્મદ જાવેદ સામે ઉમરા પોલીસ મથકમાં ચોરીનો માલ ખરીદવા બદલ કેસ નોંધાયો હતો. પોલીસ દ્વારા 13 ઓક્ટોબરે મોહમ્મદ જાવેદની ધરપકડ બતાવવામાં આવી હતી.
જાવેદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, પોલીસ દ્વારા 5 ઓક્ટોબરનાં રોજ જ તેની ધરપકડ કરી લીધી હતી, પણ કોઈ પણ પ્રકારનો કેસ બનાવ્યો નહોતો તેમજ કોર્ટમાં રજૂ પણ કરવામાં નહોતો આવ્યો. 11 ઓક્ટોબરનાં રોજ તેને માર પણ મારવામાં આવ્યો હતો. જાવેદ દ્વારા કોર્ટમાં પોલીસ ઇન્સ્પેક્ટરનાં કૃત્ય અંગે જણાવ્યું. જાવેદનાં નિવેદન પછી કોર્ટે મેડીકલ તપાસનાં હુકમ આપ્યા છે.
સિવિલ હોસ્પિટલનાં CMO એ સ્વીકાર્યું, વ્યક્તિનાં શરીર ઉપર ઈજાનાં નિશાન હતા
સિવિલ હોસ્પિટલનાં CMO ડો.દિનેશ મંડલનાં જણાવ્યા અનુસાર, જાવેદનાં પ્રાઈવેટ પાર્ટમાં પણ ઈજા પહોંચી છે, સર્જરીનાં ડોક્ટરો એ પ્રારંભિક તપાસમાં પ્રાઈવેટ પાર્ટમાં થયેલી ઈજાઓ ચકાસી હતી. વ્યક્તિનાં પેટ, જાંઘ સાથેનાં શરીરનાં અનેક ભાગો ઉપર ઈજા પહોંચવાનાં નિશાન દેખાયા છે.
જાવેદે આરોપ લગાવ્યો છે કે, ઈન્સ્પેક્ટર કુલદીપસિંહ ઝાલા દ્વારા પોતે જ તેની સાથે લોકઅપમાં બર્બરતા આચરવામાં આવી હતી. ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 20 સપ્ટેમ્બરે સંજય જૈન નામનાં વ્યક્તિનો મોબાઇલ ચોરાય ગયો હતો. 6 ઓક્ટોબરનાં રોજ ઉમરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હતી. મોહમ્મદ જાવેદે કહ્યું છે કે, પોલીસ દ્વારા 5 ઓક્ટોબરે તેની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle