વડોદરા(ગુજરાત): આજકાલ અકસ્માતની ઘટના સતત વધી રહી છે. વાહન ચાલકો નશામાં આડેધડ વાહનો ચલાવતા હોય છે અને ઘણા નિર્દોષના જીવ લેતા હોય છે. આ દરમિયાન વડોદરા શહેરમાં બેફામ બનેલા નબીરાઓએ એક બાળકનો ભોગ લઈ લીધો છે. જાણવા મળ્યું છે કે, શહેરના માંજલપુર વિસ્તારમાં જીપની ટક્કરે સ્કૂટર પર સવાર બાળકનું કરૂણ મોત નીપજ્યું છે. વિકૃત રીતે મોડીફાઇડ થયેલી બ્લેક કલરની જીપનો અકસ્માત એટલો ગંભીર હતો કે, જીપ ડિવાઇડરને ચીરીને તેની વચ્ચોવચ આવી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, ગઈકાલે માંજલપુરના મંગલેશ્વર મહાદેવ-સ્મશાન રોડ પર મોડિફાઇડ કરેલી જીપની ટક્કર વાગતા એક સાત વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું હતું. આ બાળક ટ્યૂશન સમાપ્ત કરી અને ભાઈ-બહેન સાથે સ્કૂટર પર ઘરે જઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે.
આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલી એક વિકૃત જીપના ચાલકે તેમને ટક્કર મારી હતી. જીપ એટલી બેકાબૂ હતી કે, તે ડિવાઇડર ચીરીને વચ્ચોવચ આવી ગઈ હતી. જ્યારે ટક્કર વાગતાની સાથે સ્કૂટર પર બેસેલો કવિશ પટેલ નીચે પટકાયો હતો.
જેથી આસપાસના લોકોએ અકસ્માતનો ભોગ બનનારા ભાઈ બહેનને હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જીપનો ચાલક નશામાં હતો. વિકૃત પ્રકારે મોડિફાઇડ થયેલી આ બ્લેક કલરની જીપના ટાયરથી લઈને ડિઝાઇનને આરટીઓ પાસ કરતું નથી. આ પ્રકારના વાહનો ગેરકાયદેસર હંકારાતા હોવાથી આરટીઓની કામગીરી પર પણ ઘણા સવાલ ઉભા થઇ રહ્યા છે.
પોતાની જીપર પર મોટા ઉપાડે ‘સેવ ધી એનિમલ્સ’ના લોગો ઠપકારનાર આ ચાલકે પ્રાણીઓને બચાવ્યા છે કે નહીં તેની તો ખબર નથી. પરંતુ, એક નિર્દોષ માસુમ બાળકનો ભોગ લઈ લીધો છે. આ ઘટનાને લઈને વડોદરા શહેરમાં જીપ ચાલક પર ફિટકારની લાગણીઓ વર્ષી રહી છે.
જોકે, હજુ સુધી આ મામલે માંજલપુર પોલીસ દ્વારા જીપ ચાલકને શોધીને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હોવાની કોઈ વિગતો સાંપડી રહી નથી આ દરમિયાન પોલીસ તંત્ર અને ટ્રાફિક વિભાગ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આ નિર્દોષ બાળકનો ભોગ લેવાતા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનો ગણગણાટ સ્થાનિકોના મોઢે જોવા મળ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.