વડોદરામાં કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીનો સતત પીછો કરી પોતાની સાથે પ્રેમસંબંધ બાંધવા માટે વારંવાર દબાણ કરતા એક યુવકે જન્માષ્ટમીની સાંજે તો હદ કરી નાંખી હતી. યુવતીના ઘરમાં ઘૂસીને યુવકે તેના પર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો હતો.
કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસકરતી ૧૭ વર્ષની કિશોરીની પાછળ છેલ્લા ઘણા સમયથી યશ જયેશભાઈ નાઈ (રહે. વૃંદાવન કોમ્પલેકસ મહેતા પોળ) પડયો હતો. યશ અવારનવાર છોકરીનો પીછો કરી તેને ઈમોશનલી બ્લેકમેલ કરતો હતો. કે ‘ તું મારી સાથે પ્રેમસંબંધ નહી રાખે તો હું આત્મહત્યા કરી લઈશ. કિશોરી જ્યારે પણ ઘરની બહાર નિકળે ત્યારે યશ સતત તેનો પીછો કરતો હતો. પરંતુ કિશોરી યશને જરા પણ નમતું જોખતી ન હોતી. તેમ છતાંયે યશ જ્યારે પણ તક મળે કે તુરત કિશોરીનો પીછો કરી પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.
ગઈકાલે સાંજે તો એક તરફી પ્રેમમાં ભાન ભૂલેલા યશે તમામ હદ વટાવી નાંખી હતી, પ્રેમમાં પાગલ યશ એ કિશોરીના ઘરના રસોડાની બારી ખોલીને અંદર ઘૂસી ગયો હતો. ઘરમાં ઘૂસીને યશે કિશોરીનો હાથ પકડી લઈ તેની શારીરિક છેડછાડ ચાલુ કરી હતી. પરંતુ કિશોરીએ તેના જોરદાર પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલો યશ કિશોરીને ત્રણ ચાર તમાચા મારીને ભાગી ગયો હતો.
બનાવ અંગે કિશોરીએ વડોદરા સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી યશ વિરૃદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP