ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લામાં હુલાસનગરા ટ્રેનના ફાટક પર ગુરુવારના રોજ વહેલી સવારે મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. આ દૂર્ઘટનામાં પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા અને અન્ય લોકો ઘણી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ દૂર્ઘટના સ્થળ પર પહોચી ચુકી હતી. અને બધા જ મૃતદેહોને લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે તેમને હોસ્પિટલમાં પણ લઇ જવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટના રેલ્વેનું ફાટક ખૂલું હોવાને કારણે સર્જાઈ. અહીંથી નીકળી રહેલ ચંદીગઢ-લખનઉ એક્સપ્રેસ રેલ્વે એ એક ટ્રકચાલક અને બે બાઈક ચાલકને ઝપેટમાં લીધા હતા. આ સમગ્ર ઘટના દરીમિયાન થોડા સમય માટે તો એમ લાગ્યું કે ટ્રેન હમણાં પલટી મારી જશે..! પણ જે શક્ય નહોતું બન્યું.
મળતી માહિતી મુજબ સવારે પાંચ વાગ્યે ફાટક મેન જીતેન્દ્ર યાદવને સુચના મળી કે ફક્ત ત્રણ મિનીટ પછી તે ફાટક પરથી ચંદીગઢ-લખનઉ એક્સપ્રેસ પસાર થશે. તે સમયે ઘણા વાહનો ફાટક પર થી પસાર થઈ રહ્યા હતા.પોતાના સમય મુજબ ટ્રેન નીકળી તો ગઈ પરંતુ ફાટક મેન જીતેન્દ્ર ફાટક બંધ કરી શક્યો નહી. ટ્રેન ચલાવનાર ડ્રાઈવરે તરત જ બ્રેક લગાવવાની પૂરે પૂરી કોશીશ કરી પણ ત્યાં સુધીમાં તો ટ્રેન રેલ્વે ક્રોસિંગ પરથી ફાટક પાર કરી રહેલા અનેક વાહનોને વારાફરતી અથડાઈને થોડે દુર જતી રહી.
ઘટના સ્થળ પર તો થોડા સમય માટે અફર તફરીનો માહોલ સર્જાઈ ગયો. માહિતી મળતાની સાથે જ પોલીસ અને તેમની સાથે આરપીએફની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોચી. આ અકસ્માત દરીમિયાન નજીકના ગામ વાસીઓ વાહનની અંદર ફસાયેલા લોકોને બચાવવા માટે દોડી આવ્યા. ત્યાં પહોચેલી પોલીસ દ્વારા જાણવા મળ્યું કે તે લોકોને 4 લોકોના મૃતદેહ મળ્યા છે અને આ મૃતદેહને ઓળખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને બે ઈજાગ્રસ્ત વ્યક્તિમાંથી એક વ્યક્તિનું ઈલાજ દરીમિયાન જ મોત થઈ ચુક્યું છે.
સર્જાયેલ અકસ્માતમાં તમામ મૃતકો એક જ પરિવારના:-
શાહજહાંપુર જીલ્લાના ડીએમ ઈંદ્ર વિક્રમ સિંહે જણાવતા કહ્યું છે કે ચંદીગઢથી લખનઉ જઈ રહેલી ટ્રેને એક ટ્રક ચાલક, બે બાઈક ચાલક અને રેલ્વે ડીવીઝનના ડીસીએમને ટક્કર મારી છે. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર એક જ પરિવારના પાંચ લોકો મોતને ભેટી ચુક્યા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત એક વ્યક્તિનો હોસ્પીટલમાં ઈલાજ શરૂ છે.અત્યારે રેલ્વે ટ્રેક ને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવી રહ્યો છે જેમને કારણે ફરીથી રેલ્વે વ્યવહાર શરૂ થઈ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.