શાહરૂખ ખાન વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલા કેસ અંગે આવ્યા સૌથી મોટા સમાચાર

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) બુધવારે અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) વિરુદ્ધ નોંધાયેલ ફોજદારી કેસને ફગાવી દીધી છે. આ સમગ્ર મામલો 2017નો છે,ફિલ્મ રઈસના પ્રમોશન દરમિયાન વડોદરા સ્ટેશન પર એક વ્યક્તિના મોત સંબંધિત કેસમાં શાહરુખે ગુજરાત હાઈકોર્ટની મદદ માંગી હતી.જેના વિરુદ્ધ તેણે કોર્ટમાં અરજી કરી હતી.અત્યારે આ કેસમાં શાહરુખને મોટી રાહત મળી છે.

ઉલ્લેખનીય છે કે 23 જાન્યુઆરીના રોજ શાહરુખ પોતાની ફિલ્મ રઈસના પ્રમોશન માટે મુંબઈથી દિલ્હી સુધી ટ્રેનમાં આવ્યો હતો. શાહરુખના આવવાના ખબર સાંભળીને વડોદરા રેલવે સ્ટેશન પર પણ ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી. લોકો કિંગ ખાનની એક ઝલક મેળવવા માટે ગાંડા થયા હતા.અભિનેતાના શાહરૂખ ખાનના આગમનથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર પ્રસંશકોની ભારે ભીડ એકઠી થઈ હતી.

અભિનેતાના શાહરૂખ ખાનના આગમનથી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર પ્રસંશકોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ વખતે અભિનેતા શાહરૂખે ઉમટેલી ભીડ તરફ પોતાનું ટીશર્ટ અને બોલ ટોળામાં ફેંક્યા, આ બાદ તુરંત જ અફરાતફરી મચી જતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી.

ગુજરાત હાઈકોર્ટે (Gujarat High Court) બુધવારે અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan) વિરુદ્ધ નોંધાયેલ ફોજદારી કેસ ફગાવી દઈને ટાંકીને કહ્યું હતું કે અભિનેતા દ્વારા કરવામાં આવેલા કૃત્યથી ભીડના કેટલાક સભ્યો ઉત્સાહિત થઈ શકે છે, પરંતુ તેને બેદરકાર કહી શકાય નહીં. આ સિવાય તે એક એક્ટર છે અને પોતાની ફિલ્મનું પ્રમોશન કરી રહ્યો હતો. અભિનેતા પર જે કલમો હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે, તેની સામે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. શાહરૂખને ટ્રાયલ કોર્ટે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (CrPC)ની કલમ 204 હેઠળ સમન્સ પાઠવ્યો હતો, ત્યાર બાદ તેણે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *