બેશરમ પાકિસ્તાન, કાશ્મીર માટે લીધો પોર્ન સ્ટારનો સહારો!, દુનિયાભરમાં થઇ જોરદાર ફજેતી

કાશ્મીરના મુદ્દા પર દુનિયાભરમાં બેઇજ્જતી ઝીલી ચૂકેલ પાકિસ્તાન હવે બેશરમી પર ઉતરી આવ્યું છે. જ્યારે દુનિયાના કોઇપણ દેશે કાશ્મીર પર ફેલાવામાં આવાતા પાકિસ્તાનના પ્રોપેગેન્ડા પર સાથ આપ્યો નહીં તો હવે તો દરરોજ જુઠ્ઠા દાવાઓ કરી રહ્યું છે.

ભારતમાં પાકિસ્તાનના રાજદૂત રહી ચૂકેલા અબ્દુલ બાસિતે બેશરમીની હદ પાર કરી દીધી. એક પોર્ન સ્ટારની તસવીરને રીટ્વીટ કરીને તેને કાશ્મીરમાં પેલેટ ગનનો શિકાર ગણાવ્યો. એટલું જ નહીં જ્યારે તેમની બેશરમી પર લોકોની નજર પડી તો તેમણે તરત પોતાની ટ્વીટ ડિલીટ કરી દીધી.

આ ટ્વીટમાં લખ્યું હતું કે અનંતનાગનો યુસુફ, પેલેટના લીધે પોતાની આંખની રોશની ગુમાવી બેઠો છે. કૃપ્યા અવાજ ઉઠાવો. જ્યારે આ ફોટો તો પોર્ન સ્ટાર જૉની સીન્સનો હતો.

તેમની આ કરતૂતને પાકિસ્તાનની જ એક પત્રકારે ઉજાગર કરી. તેમણે લખ્યું. ભારતમાં પાકિસ્તાનના પૂર્વ હાઇકમિશ્નર અબ્દુલ બાસિત, જૉની સીન્સને કાશ્મીરી ગણાવી રહ્યા છે, જે પેલેટ ગનના લીધે પોતાની આંખો ગુમાવી બેઠા.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યા છે બાસિત

અબ્દુલ બાસિત આ ભૂલના લીધે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઇ રહ્યા છે. જો કે બાસિતે થોડીક વારમાં જ ટ્વીટ ડિલીટ કરી દીધી, પરંતુ ત્યાં સુધીમાં તો લોકોએ પ્રિન્ટ સ્ક્રીન લઇને બાસિતની ખૂબ મજાક ઉડાવી. અગાઉ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પણ કાશ્મીર પર નકલી ટ્વીટ કરતા ટ્વિટરે ચેતવણી આપી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *