આજે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથી છે, ત્યારે દેશભરમાં તેમની પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે પ્રધાનમંત્રી મોદીએ પણ રાજીવ ગાંધીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. આજથી ચાલીસ વર્ષ પહેલા રાજીવ ગાંધી દેશના સૌથી યુવાન વયના વડાપ્રધાન બન્યા હતા. તેઓએ ભારતના છઠ્ઠા વડાપ્રધાન તરીકે પોતાની માતા ઇન્દિરા ગાંધી પછી શપથ લીધા હતા.
આજે એક રોચક વાત તમે જાણવા જઇ રહ્યા છો. જેમાં આજની હલકી રાજનીતિ કરતા ઘણી ઉચ્ચ કક્ષાની સારી રાજનીતિ ભૂતકાળમાં થતી હતી તેની તમને યાદ આવશે.
ભારતીય રાજનીતિના ભીષ્મપિતા ગણાતા અટલ બિહારી વાજપેયીએ જે રાજનીતિ કરી હતી. તે હાલ પણ અટલ રાજનીતિ તરીકે ઓળખાય છે. રાજનીતિ ના ગુણ અટલ બિહારી વાજપેયી માં કૂટી કૂટીને ભર્યા હતા. તેઓ એક જ સ્પષ્ટ વક્તા હતા, પરંતુ તેમના મુખે કદી પણ નિચતા ભરી રાજનીતિના શબ્દો આવ્યા નહોતા. જે આજના નેતાઓ ની રોજની રાજનીતિ બની ગઈ છે.
આજના નેતાઓ વિરોધી પાર્ટીના બાથરૂમ અને બેડરૂમ સુધી ની વાતો જાહેરમાં કરતા રહ્યા છે. જ્યારે અમુક નેતાઓ વડાપ્રધાન ને નીચ વ્યક્તિ ગણાવીને ઓછી રાજનીતિ કરી રહ્યા છે.
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એક વખત જણાવ્યું હતું કે, તેમને જ્યારે ઈલાજ ની જરૂરિયાત હતી ત્યારે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ અટલ બિહારી વાજપેયીને સંયુક્ત રાષ્ટ્રના પ્રતિનિધિ મંડળના સદસ્ય બનાવીને તેમને અમેરિકા મોકલ્યા હતા. વરિષ્ઠ પત્રકાર કરણ થાપર સાથે એક વખત વાજપેયીએ ખુલાસો કર્યો હતો કે, જ્યારે ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી ત્યારે આ પત્રકારે વાજપેયીનો સંપર્ક કર્યો હતો. ત્યારે વાજપેયીજીએ આ પત્રકારને પોતાના ઘરે બોલાવી ને કહ્યું હતું કે, વિપક્ષના નેતા હોવાને નાતે તેઓ રાજીવ ગાંધી વિરુદ્ધ કશું પણ સાંભળવા માંગતા નથી, સાથે સાથે તેઓ તેમની વિરુદ્ધ એક શબ્દ પણ બોલવા માંગતા નથી. તેઓ અત્યારે જીવીત છે તો માત્ર ને માત્ર તેમની મદદને કારણે જીવિત છે.
અટલ બિહારી વાજપેયીએ જણાવ્યું હતું કે, તેઓ સંસદમાં કદાચ ભલે રાજીવ ગાંધીની વિરોધમાં બોલે પણ સંસદની બહાર ક્યારેય પણ રાજીવ ગાંધી વિરુદ્ધ કોઈ બોલશે તો તે સહન નહીં કરે. ઉલ્લેખનીય છે કે, જ્યારે અટલ બિહારી વાજપેયીને કિડનીની બીમારી થઈ હતી, ત્યારે તેઓને સંયુક્ત રાષ્ટ્ર જઈ રહેલા ભારતીય પ્રતિનિધિ મંડળમાં સામેલ કરીને તેમને ઈલાજ કરવા અમેરિકા મોકલ્યા હતા. એક વિપક્ષના નેતા અને વિદેશ મોકલવા પાછળ માત્ર ને માત્ર એક સાચી રાજનીતિ અને માનવતા ભર્યું પગલું હતું. આજના નેતાઓ આ વાતને ઘોળીને પી ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news