શેન વોર્ન(Shane Warne)ના મૃત્યુ બાદ ડોક્ટરો તો ક્યારેક થાઈલેન્ડ પોલીસ દ્વારા એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયા(Australia)ના દિગ્ગજ ખેલાડી શેન વોર્નનું શુક્રવારે થાઈલેન્ડ(Thailand)માં હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. વોર્નના મૃત્યુ પછી થાઈલેન્ડ પોલીસે(Thailand Police) કરેલા ખુલાસામાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વોર્નના રૂમના ફ્લોર અને ટુવાલ પર ‘લોહીના ડાઘ’ મળી આવ્યા હતા. 52 વર્ષીય દિગ્ગજ ક્રિકેટરને શુક્રવારે રાત્રે થાઈ ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. અગાઉ તેના મિત્રોએ તેને લક્ઝરી વિલામાં CPR (શ્વાસ આપવો) આપ્યું હતું.
એક અહેવાલ મુજબ થાઈલેન્ડ મીડિયાને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે થાઈલેન્ડ પોલીસને વોર્ન જ્યાં રોકાયો હતો તે રૂમના ફ્લોર અને ટુવાલ પર લોહી જોવા મળ્યું હતું. સ્થાનિક પ્રાંતીય પોલીસના કમાન્ડર, સૈત પોલ્પિનિત, થાઈલેન્ડ મીડિયાને કહ્યું: “રૂમમાં ઘણું લોહી હતું. જ્યારે CPR શરૂ થયું ત્યારે વોર્નને ખાંસી થઈ ગઈ હતી અને લોહી નીકળતું હતું.
કોહ સમુઇના બો ફુટ પોલીસ સ્ટેશનના અધિક્ષક યુતાના સિરિસોમ્બાના જણાવ્યા અનુસાર, વોર્ન તાજેતરમાં એક ડૉક્ટર, એક કાર્ડિયોલોજિસ્ટની મુલાકાતે ગયો હતો, ત્યારબાદ તેણે તેને શંકાસ્પદ મૃત્યુ તરીકે જોવાનો ઇનકાર કર્યો હતો. વોર્ન તેના મિત્રો સાથે કોહ સમુઈ ટાપુ પર રજાઓ ગાળવા ગયો હતો. સ્થાનિક પોલીસની માહિતી અનુસાર, વોર્નના એક મિત્રને જાણવા મળ્યું કે દિગ્ગજ ક્રિકેટર સાંજે 5 વાગ્યે જવાબ આપી રહ્યો ન હતો. એમ્બ્યુલન્સની રાહ જોતી વખતે, મિત્રોએ વોર્ન માટે CPR કર્યું. પરંતુ વોર્નના મેનેજમેન્ટે તેમના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
શેન વોર્નના મૃતદેહને 6 માર્ચે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો. ફોરેન્સિક ટીમે વિલાની તપાસ કરી છે. આ સાથે તેના તમામ મિત્રોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. તેના મિત્રો હજુ પણ આઘાતમાં છે. વોર્નના મૃતદેહને ટૂંક સમયમાં ઓસ્ટ્રેલિયા લઈ જવામાં આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.