ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ નક્કી- જાણો કોના નામ પર લાગી મહોર

ગુજરાત(Gujarat): 15મી વિધાનસભામાં ચૂંટાયેલી નવી સરકાર દ્વારા હવે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ભાજપ(BJP) દ્વારા વિધાનસભાના સ્પીકર(Assembly Speaker) તરીકે શંકર ચૌધરી(Shankar Chaudhary)નું નામ નક્કી કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, તેઓ બનાસકાંઠા જિલ્લાની થરાદ બેઠક પરથી ચૂંટાયા છે. જ્યારે 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ(Assembly Deputy Speaker) તરીકે પંચમહાલની શહેરા બેઠકના ધારાસભ્ય જેઠા ભરવાડ(Jetha Bharwad )નું નામ નક્કી કરવામાં આવ્યું છે.

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના શપથ અગાઉ જ નામની ચાલતી હતી ચર્ચાઓ:
મહત્વનું છે કે, 12 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા ત્યારે જ વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીનું નામ ખુબ જ ચર્ચામાં હતું. ત્યારે વિધાનસભા અધ્યક્ષની રેસમાં રમણ વોરા અને ગણપત વસાવા પણ હતા. જો કે, વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફક્તજેઠા ભરવાડનું નામ ચર્ચામાં હતું. હવે સત્તાવાર રીતે ભાજપે સ્પષ્ટ બહુમતીના કારણે શંકર ચૌધરીને વિધાનસભા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકોમાંથી 156 બેઠકો પર પ્રચંડ જીત મેળવી હતી અને ગાંધીનગરમાં નવા સચિવાલય પાસેના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગત સોમવારે ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. સાથે જ ગુજરાત સરકારના મંત્રીઓએ પણ શપથ લીધા હતા. મંત્રીઓને ખાતાની વહેંચણી પણ કરી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *