ગુજરાત(Gujarat): રાજ્યમાં ચુંટણીનો માહોલ બરોબરનો જામી ગયો છે. ત્યારે આવામાં બોટાદ(Botad)ના સાળંગપુર(Salangpur) કષ્ટભંજન હનુમાનજી મંદિર(Kashtabhanjan Hanumanji Temple)ના મહંતનો વિડીયો વાયરલ(Viral video) થયો છે. આ વિડીયોમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી(Shastri Hariprakash Swami)એ કમળને મત આપવાની અપીલ કરતા નજરે પડ્યા છે જેને કારણે અનેક તર્કવિતર્ક સર્જાયા છે. મહત્વનું છે કે, હરિપ્રકાશ સ્વામીએ કથા દરમિયાન કમળ માટે હાજર લોકોને અપીલ કરી હતી. હાલ આ વિડિયો ખુબ જ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
જાણો શું કહ્યું શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીએ?
હરિદ્વાર ખાતે યોજાયેલી એક કથામાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી વિડીયોમાં કહી રહ્યા છે કે, લક્ષ્મીના હાથમાં જે કમળ છે તે બટન દબાવજો અને ગામની શેરીઓ સાફ કરવી હોય, મજૂર થવુ હોય તો બીજું અન્ય બટન દબાવજો. તેમ પણ કહ્યું હતું. ફક્ત એટલું જ નહિ જો વોટ નહીં આપો તો, કોઈને કેવાનો અધિકાર નથી તેમ ઉલ્લેખ કરી મતદાન કરવા જણાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાલ ચૂંટણીના માહોલમાં વચ્ચે હરિપ્રકાશ સ્વામીનો શ્રોતાજનોને અપીલ કરતો વિડીયો વાયરલ થતા અનેક તર્ક વિતર્ક સર્જાય જવા પામ્યા છે.
બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.
બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.