ભરૂચના ઉમેશનો પ્રશ્ન છે કે હું 3૦ વર્ષનો પુરુષ છું, મને શીઘ્રસ્ખલનની સમસ્યા છે. એક જ સેકન્ડમાં વીર્યસ્ખલન થઈ જાય છે અને બીજી વાર ઉત્ત્થાન થતાં એકથી દોઢ કલાક લાગે છે. શિશ્નની નસો પણ નરમ છે. નસોમાં તાકાત આવે અને શીઘ્રસ્ખલનની સમસ્યા દૂર થાય એ માટે યોગ્ય દવા અથવા ક્રીમ બતાવવા વિનંતી.
પુરુષની ઈન્દ્રિયની નસો નબળી થવાને કારણે શીઘ્રસ્ખલનની સમસ્યા નથી સર્જાતી. શીઘ્રસ્ખલનની સમસ્યા માટે મુખ્ય ચાર કારણો જવાબદાર હોય છે: તીવ્ર કામેચ્છા, ઈન્દ્રિયના આગળના લાલ ભાગમાં વધુ પડતી સંવેદના, પ્રોસ્ટેટ અને મૂત્રમાર્ગમાં ઈન્ફેક્શન અથવા ડાયાબિટીઝની શરૂઆત. શીઘ્રસ્ખલન માટે એમાંનું એક અથવા એકથી વધુ કારણો જવાબદાર હોઈ શકે છે.
ઘણાખરા કિસ્સામાં પૅરોક્સિટિન (૨૦ મિલિગ્રામ) સંભોગના ચાર કલાક પહેલાં લેવામાં આવે તો શીઘ્રસ્ખલન વિલંબિત સ્ખલનમાં ફેરવાઈ શકે છે. તમારા ડોક્ટરની સલાહ મુજબ તમે આ ગોળીનું સેવન કરી શકો છો.
અમદાવાદની માનસીનો પ્રશ્ન છે કે, હું ૧૫ વર્ષની છોકરી છું અને મારા પાડોશમાં રહેતા એક છોકરાને પ્રેમ કરું છું. મને ખાતરી છે કે એ પણ મને પ્રેમ કરે છે. હું એની સાથે ગાઢ અફેર બાંધવા ઇચ્છું છું પણ પોતાની ભાવના વ્યક્ત નથી કરી શકતી. મને મદદ કરો.
ઉ: હજુ તમારી ઉંમર અત્યંત નાની છે એટલે અલબત્ત તમને એવી ખાતરી છે કે તમે તમારા પ્રેમી સાથે પ્રેમસંબંધ જાળવી શકશો, પરંતુ એ નક્કી નથી કે તમારો આ સંબંધ કેટલો મજબૂત બનશે અને કેટલો આગળ વધશે. તમે પપ્પી લવના દોરમાંથી પસાર થઈ રહ્યાં છો અને સેકસ્યુઅલ રિલેશનશિપ એમાં યોગ્ય નથી. અને જો તમારો પાડોશી તમને ખરેખર ખૂબ ચાહતો હશે તો એ સેકસ્યુઅલ રિલેશનશિપ થવા જ નહીં દે અને આમેય આવા સંબંધ માટે તમે હજુ ખૂબ નાનાં છો.
તમારે એ પણ સમજી લેવાની જરૂર છે કે આ એ એક અત્યંત નિર્ભય અને મોટંુ પગલું છે, જે આપણા સમાજના જુનવાણી માપદંડ પર ભારે આઘાત સમાન બની શકે. સામાન્ય રીતે છોકરો જ પહેલ કરે છે. માત્ર એને ખુશ કરવા માટે સંબંધ બાંધવા રાજી થઈ જવા કરતાં તો બહેતર છે એની સાથેના સંબંધો જ તોડી નાખો.
ભાવનગરના એક યુવકને સવાલ છે કે, હું ૨૨ વર્ષનો શરીરે તંદુરસ્ત અને સ્માર્ટ યુવક છું, મારા દૂરના સગા એવા કાકાની ૩૮ વર્ષની પુત્રીના સાસરે ગયો હતો. આ પિતરાઈ બહેનના પતિ અકસ્માતનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યાં હતાં. અને ૧૩ વર્ષની એક પુત્રી પણ છે. વાતવાતમાં અમે અરસપરસ આકર્ષાયા. શારીરિક સંબંધ પણ બાંધી બેઠા. છેલ્લાં ચાર વર્ષથી અમારા આ સંબંધ ચાલુ રહ્યા છે.
બીજી તરફ મારા લગ્ન નક્કી કરાયાં છે. મારા લગ્નની વાત સાંભળી તે નારાજ થઈ ગઈ છે. તે કહે છે કે તે મને લગ્ન કરવા દેશે નહીં, કારણ મારા વિનાનું જીવન તે જીવી શકશે નહીં. જો તેની વાતનો સ્વીકાર નહીં કરું તો અમારા શારીરિક સંબંધોના ફોટોગ્રાફ્સ બતાવી અમારાં લગ્ન અટકાવશે. હું મૂંઝાઈ રહ્યો છું. હું ક્યા સુધી એક વિધવા સ્ત્રીની વાસનાનો શિકાર બનતો રહીશ? આમાંથી મુક્ત થવા માટે મારે શું કરવું જોઈએ? આપને વિનંતી કે આ બાબતે તમે યોગ્ય સલાહ આપશો.
તમને ખરેખર તેની સાથે પ્રેમ હોય તો તેની સાથે લગ્ન કરી લો. જો પ્રેમ ન હોય તો પેલા ફોટોગ્રાફ્સ તમે તે રીતે મેળવી લો. ધમકાવવાનો સમય આવે તો ધમકાવજો. તમે તેને સમજાવવાનો પ્રયત્ન કરો કે તમે તેનાથી ઉમરમાં ઘણા નાનાં છો. તમે કાયમ તો તેની સાથે રહી શકવાના નથી. એમ પણ કહો કે જો તે ફોટા બતાવી તમને બ્લેકમેલ કરશે તો સાથે તેની પણ બદનામી જરૂર થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle