ગુજરાત(Gujarat): મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજનીતિમાં હડકંપ મચી ગયો છે. શિવસેના(Shiv Sena)થી નારાજ થઈ એકનાથ શિંદે(Eknath Shinde) સહિત 20થી વધુ ધારાસભ્યો સોમવારની સાંજથી સંપર્ક વિહોણા બન્યા છે. સુરત(Surat)ની એક ખાનગી હોટલમાં રોકાયા હોવાનું કહેવાય છે. હોટલ બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શિવસેનાના નારાજ મંત્રી એકનાથ શિંદે સહિત 13 ધારાસભ્યો સુરત આવી પહોંચ્યા હતા. મોડી રાત્રે સુરતમાં અઠવાલાઈન્સ ખાતે આવેલી ફાઈવ સ્ટાર હોટેલ લા મેરીડીયન ખાતે ઉતર્યા છે. એકનાથ શિંદેની સાથે કુલ 24 ધારાસભ્યો હોવાની વાત બહાર આવી છે. જેમાં ચાર કોંકણ ના, અને બે થાણે ના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા સોમવાર સાંજે જ યોગ દિવસના પોતાના તમામ કાર્યક્રમોને રદ કરી દેવામાં આવ્યા હતા. નારાજ ધારાસભ્યોને લઈને શિવસેનામાં સ્થિતિ વણસવાને કારણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે 12 વાગ્યે ઈમર્જન્સી બેઠક બોલાવી છે.
કયા કયા ધારાસભ્યો થયા સંપર્ક વિહોણા?
પ્રાપ્ત માહિતી અનુસાર એકનાથ શિંદે – કોપારી, અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ, શંભૂરાજ દેસાઇ – સતારા, સંદિપાન ભૂમરે – પૈઠણ – ઔરંગાબાદ, ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ, ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ, નિતીન દેશમુખ – બાળાપુર – અકોલા, અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી, વિશ્વનાથ ભોઇર – ~લ્યાણ પશ્ચિમ, સંજય ગાયકવાડ – બુલઢાણા, સંજય રામુલકર – મેહકર, મહેશ સિંદે – કોરેગાંવ – સતારા, શહાજી પાટીલ – સાંગોલા – સોલાપૂર, પ્રકાશ અબિટકર – રાધાપુરી – કાોલ્હાપૂર, સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ, જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ, તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ, સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ અને રમેશ બોરનારે – બૈજાપૂર – ઔરંગાબાદ ધારાસભ્યો સંર્પક વિહોણા થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.