મધ્યપ્રદેશના શિવપુરીમાં રહેતાં એક શખ્સને આજકાલ વિચિત્ર પરિસ્થિતીનો સામનો કરવો પડી રહ્યો છે. આ શખ્સનો દાવો છે કે જેવો તે ઘરની બહાર નીકળે છે, એક કાગડો તેના પર હુમલો કરે છે. હકીકતમાં શિવપુરીના સુમેલા ગામના રહેવાસી શિવાએ જણાવ્યું કે જ્યારે તે પોતાના ઘરેથી નીકળીને હોટલમાં કાર કરવા માટે બદરવાસ તરફ જાય છે ત્યારે રસ્તા પર એક કાગડો તેના પર હુમલો કરી દે છે.
શરૂઆતમાં શિવાને લાગ્યું કે આ સામાન્ય વાત છે પરંતુ જ્યારે કાગડાના હુમલા ચાલુ જ રહ્યાં તો તે પરેશાન થઇ ગયો. હવે તે કાગડાના હુમલાથી બચવા માટે હાથમાં એક ડંડો લઇને ચાલે છે. શિવાનું કહેવું છે કે આ ઘટનાક્રમ ગત 3 વર્ષથી ચાલી રહ્યો છે.
શિવાએ જણાવ્યા અનુસાર આજથી ત્રણ વર્ષ પહેલાં તેને રસ્તાના કિનારે જાળીમાં ફસાયેલું કાગડાનું એક બચ્ચુ દેખાયું જેને તેણે જાળીમાંથી બહાર કાઢ્યું પરંતુ ઘાયલ થવાના કારણે તેનો જીવ બચી ન શક્યો. શિવાએ જણાવ્યું કે આ ઘટના બાદથી આ કાગડો તેના પર હુમલો કરી રહ્યો છે. જ્યારે શિવા ઘરથી બહાર નીકળે છે તો આ કાગડો તેના પર હુમલો કરે છે.
કાગડાના વારંવાર હુમલાથી શિવાના માથા પર ચાંચના અનેક ઘા થઇ ગયાં છે. જો કે હવે તે સાથે ડંડો લઇને જાય છે અને હવે તે જાણે છે કે કાગડાના હુમલાથી પોતાની જાતને કેવી રીતે બચાવવાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.