Valentine’s Day ના દિવસે શિવસેનાના કાર્યકરોની ચેતવણી- ‘બાબુ સોના જાહેરમાં પકડાયા તો તૂટી જશે શરીરના ખૂણે ખૂણા’

સોમવારે વેલેન્ટાઈન ડે (Valentine’s Day)ના અવસર પર શિવસેના(Shiv Sena)એ મધ્યપ્રદેશની રાજધાની (The capital of Madhya Pradesh) ભોપાલ(Bhopal)માં પ્રેમી યુગલોને રોકવા માટે તૈયારીઓ કરી છે અને આ માટે લાકડીઓની પૂજા કરવામાં આવી છે.

આ ઉપરાંત શિવસેનાએ ચેતવણી પણ આપી છે કે, જો કોઈને પાર્કમાં કંઈક કરતા જોવામાં આવશે તો બેબી, બાબુ અને સોના શરીરના દરેક ખૂણાને તોડી નાખવામાં આવશે. શિવસેનાના કાર્યકરોએ પ્રેમી યુગલોને પાઠ ભણાવવા માટે કાલિકા શક્તિપીઠ મંદિરમાં પૂજા અર્ચના કરી અને પછી Valentine’s Day ની ઉજવણી કરનારા યુવાનોને ચેતવણી આપી છે.

શિવસેનાએ તેને પશ્ચિમી સંસ્કૃતિનું પ્રતિક ગણાવીને તેનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. Valentine’s Day નો વિરોધ કરી રહેલા શિવસૈનિકોએ જણાવ્યું હતું કે તેઓ લાકડીઓ અને ડંડા લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચશે. તેમજ તેમણે વધુમાં કહ્યું છે કે, જો કોઈ પ્રેમી પંખીડાઓ Valentine’s Day ની ઉજવણી કરતા જોવા મળશે તો તે યુવક-યુવતીઓના તે સ્થળ પર જ લગ્ન કરાવી દેવામાં આવશે અને ઢોલ-નગારા સાથે જાન પણ કાઢવામાં આવશે.

વધુમાં જાણવા મળ્યું છે કે, ભોપાલમાં શિવસેનાએ પબ, રેસ્ટોરન્ટ, હોટલ સંચાલકોને Valentine’s Day પર કોઈ પણ ઈવેન્ટનું આયોજન ન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. તેમજ તમને જણાવી દઈએ કે શિવસેના, બજરંગ દળ સહિત દેશમાં એવા ઘણા સંગઠનો છે જે દેશમાં વેલેન્ટાઈન ડેની ઉજવણીનો વિરોધ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *