માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે તારે આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન તથા ઑલરાઉન્ડર શોએબ મલિકને ભયંકર અકસ્માત નડ્યો હતો. લાહોરમાં શોએબ મલિકની કારનો ભયંકર અકસ્માત સર્જાયો ગયો હતો.
મલિકની કાર રોડસાઇડમાં ઉભેલ ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત પછી મલિકની કારને ખુબ નુકસાન પણ થયું હતું પણ શોએબ મલિક સુરક્ષિત છે. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાનો પતિ શોએબ મલિક સુપર લીગના પ્લેયર ડ્રાફ્ટ કાર્યક્રમથી ઘર બાજુ જઈ રહ્યો હતો ત્યારે જ નેશનલ હાઈ પરફોર્મન્સ સેન્ટર નજીક તેની કાર ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.
શોએબ મલિકને વધુ ગંભીર ઈજા નથી થઈ :
શોએબ મલિકની સ્પોર્ટ્સ કારની ગતિ ખુબ વધુ હતી. સારા સમાચાર તો એ છે કે, શોએબ મલિકને ખુબ ગંભીર ઈજા નથી થઈ. જો કે, તેની સ્પોર્ટ્સ કારનો આગળનાં ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ મુજબ શોએબ મલિક રેસ કરવાને લીધે અકસ્માતનો શિકાર બન્યો હતો. મલિક જ્યારે PSL ડ્રાફ્ટમાં ભાગ લેવા માટે પોતાની કારથી પહોંચ્યો ત્યારે તેની ખુબ ચર્ચા થઈ રહી હતી.
રેસ લગાવવી પડી ભારે :
કાર્યક્રમ પૂર્ણ થયા પછી વહાબ રિયાઝ તથા શોએબ મલિક પોતાની કારમાં ઘર તરફ જવાં માટે નીકળ્યા હતાં. આ દરમિયાન તેમની વચ્ચે રેસ લાગી હતી. આ રેસમાં પછી શોએબ મલિકની કાર અચાનક સ્લિપ મારી જતાં 3-4 કારોને ટક્કર મારતા રેસ્ટોરન્ટ નજીક ઉભેલા ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત પછી વહાબ રિયાઝ પોતાની ગાડીથી શોએબ મલિકને લાહોર પરફૉર્મન્સ સેન્ટર લઈ જવામાં આવ્યો હોત. શોએબ મલિકને વધુ ઈજા નહોતી થઈ પણ ગભરાયેલો જોવા મળ્યો હતો.
Shoaib Malik perfectly fine,
Car accident but thank God he is fine, Car badly damaged. pic.twitter.com/iU4NtumKxY— Abdul Ghaffar (@GhaffarDawnNews) January 10, 2021
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle