હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. એકબાજુ મહામારી સતત વધતી જઈ રહી છે, તો બીજી બાજુ રાજ્યમાં સ્ત્રીઓની સાથે થતાં શારીરિક તેમજ માનસિક અત્યાચારમાં પણ સતત વધારો થતો જાય છે. હાલમાં આવી જ એક ઘટના સામે આવી રહી છે.
ધોળકાની નજીક આવેલ કેલીયા વાસણા ગામમાં એક જ કુટુંબનાં કુલ 3 લોકોની પાડોશીએ હત્યા કરી નાંખી હતી. ધારીયા વડે પડોશમાં રહેતી કુલ 2 મહિલા સહિત 1 બાળકીને પણ પડોશીએ રહેંસી નાખી હટી. હવે કુલ 3 હત્યા કરવાં મામલે ખુલાસો પણ થયો છે.
ધોળકાની નજીક આવેલ કેલીયા વાસણ ગામમાં એક જ પરિવારનાં કુલ 3 લોકોની પાડોશીએ જ હત્યા કરી નાંખી હતી. બાથરૂમમાં માત્ર 7 જ વર્ષની બાળકી નાહતી હોવાંથી એની માતાએ રાજુ પટેલને ઠપકો આપીને ઘરમા જવા માટેનું કહ્યું હતું.
પણ આ ઠપકો આરોપી રાજૂને લાગી આવતાં એનાં માથા પર ભૂત સવાર થઇ ગયું હતું તેમજ પડોશમાં રહેતા તથા ફેકટરીમા કામ કરી રહેલ વિજય પટેલ ઘરમાં ન હતાં ત્યારે એમનાં પરિવારનાં જશોદા બેન, એમની વહુ સુમિત્રાબેન આની સાથે જ સગીર દિકરીની ધારીયા વડે ઘા મારીને હત્યા કરી નાંખી હતી.
જો, કે આ ઘટના બની ત્યારે વિજય ભાઈની માત્ર 12 વર્ષની દીકરી તથા માત્ર 6 વર્ષનો દીકરો ઘરની સાંકળ બાંધીને ઘરમાં જ પુરાઈ જતાં એમનાં જીવ બચી ગયા હતાં. આરોપીએ કુલ 3 લોકોની હત્યા કરીને ત્યારબાદ ગામનાં બીજાં લોકોની પણ હત્યા કરવાં માટે જઈ રહ્યો હતો પરંતુ ગામનાં લોકોએ એને પકડીને પોલીસનાં હવાલે કરી દીધો હતો.
આરોપી રાજુ પટેલ મૂળ તો કેલીયા વાસણાનો છે. ઘણાં વર્ષથી આરોપી અમદાવાદમાં આવેલ બોપલ વિસ્તારમાં રહેતો હતો, પણ કોરોનાને લીધે કામ ધંધો ભાંગી જતાં આરોપી છેલ્લા કુલ 3 મહિનાથી એની માતા તથા ભાઈની સાથે કેલીયા વાસણા ખાતે આવેલ તેનાં ઘરે આવ્યો હતો તેમજ પાડોશીની માટે કાળ બની ગયો હતો.
આરોપી રાજુ પટેલ તથા એનો ભાઈ કુંવારા છે તેમજ પાડોશીની સાથે સામાન્ય બાબતને લઈને ઝઘડો અગાઉ પણ થયો હતો. પડોશીનાં સંડાસ તથા બાથરૂમ આરોપીનાં ઘરની સામે જ હતાં. આને લઈને પહેલાં પણ બોલાચાલી થઈ હતી.
હત્યાની ઘટના બની એ દિવસે રાજુ પટેલ ખેતરે જઈને ઘરે આવ્યો હતો તેમજ એ દરમિયાન પાડોશીની માત્ર 7 વર્ષની બાળકી બાથરૂમમાં નહાતી હોવાથી એની માતાએ આરોપીને ઘરમાં જતાં રહેવાં માટે કહ્યું હતું. આ વાતને લઈને આરોપીનાં માથા પર ભૂત સવાર થયું હતું.
ત્યારબાદ આરોપી રાજૂ પટેલ ધારીયા વડે બાળકી તથા તેની માતા સહિત દાદીને પણ મોતને ઘાટ ઉતાર્યા હતાં. ત્યારપછી ગામની બીજી મહિલાને ધાર્યું લઈને મારવાં માટે પણ જતો હતો. આ દરમિયાન ગામનાં લોકોએ એને પકડીને પોલીસનાં હવાલે કર્યો હતો.
એક જ પરિવારનાં કુલ 3 લોકોની હત્યા કરનાર આરોપીની હાલમાં તો પોલીસે ધરપકડ પણ કરી લીધી છે. પણ આ ઘટના એ માણસનાં સંયમ તથા સમજદારી અને વિશ્વાસ પર પણ ઘણાં પ્રશ્ન ઉભા કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP