Turkey Syria Earthquake: તુર્કી અને સીરિયાની સરહદ પર આવેલા વિનાશકારી ભૂકંપના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં 8000થી વધુ લોકોએ જીવ(8000 people died) ગુમાવ્યા છે અને 6000 થી વધુ ઈમારતો ધરાશાયી થઈ છે. ઉપપ્રમુખ નજહ અલ-અત્તારે કહ્યું છે કે અમે કાટમાળમાં દટાયેલા લોકોને શોધી રહ્યા છીએ ત્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ દરમિયાન રાહત અને બચાવકર્મીઓ કાટમાળના ઢગલામાં બે માસૂમ બાળકોને જોઈ રહ્યા છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા(Social media) પર ખુબ જ વાયરલ(Viral Video) થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોની ત્રિશુલ ન્યુઝ પુષ્ટિ કરતું નથી.
“Pull me out and I will do whatever you want, I will be your servant!”
Syrian child saying to the rescuer pic.twitter.com/WIUtBkHapN
— Muhammad Smiry 🇵🇸 (@MuhammadSmiry) February 7, 2023
આ વિડીયોમાં માસૂમ બાળક પોતાને બચાવનારને કંઈક કહી રહ્યો છે. આ વાતચીત પણ અત્યંત કરુણ છે. વાયરલ વિડીયોમાં કાટમાળ નીચે દટાયેલ બાળક કહે છે, ‘કૃપા કરીને મારો જીવ બચાવો, મને બહાર કાઢો, હું તમારો ગુલામ બની જઈશ..’ ભૂકંપના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે સીરિયામાંથી કાળજું કંપાવી દે તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આ અંગે ઘણા વિડીયો સામે આવ્યા છે. સીરિયામાં આવેલા પ્રચંડ ભૂકંપ બાદ સ્થિતિ ગંભીર છે. અહીં કાટમાળના ઢગલામાં લોકોની શોધ કરવામાં આવી રહી છે. ધરતીકંપ પછી આવતા હળવા આફ્ટરશોક્સને કારણે પૃથ્વી વારંવાર ધ્રૂજી રહી છે.
તુર્કી-સીરિયામાં સોમવારે આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 8000થી પણ વધુ લોકોના મોત થયા છે. તુર્કીમાં 5,894 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 34,810 લોકો ઘાયલ થયા છે. તે જ સમયે સીરિયામાં 1,220 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે સીરિયામાં સરકારના નિયંત્રણવાળા વિસ્તારોમાં 812 લોકોના મોત થયા છે. તુર્કીમાં આવેલા ભૂકંપથી લગભગ 6000 ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. જ્યારે સીરિયામાં 400 ઈમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગઈ હતી, જ્યારે 1220થી વધુ ઈમારતોને નુકસાન થયું હતું.
WHOએ તુર્કી અને સીરિયામાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરી છે. WHOએ તુર્કી અને સીરિયામાં 20 હજારથી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરી છે. એટલું જ નહીં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું કહેવું છે કે બંને દેશોના 23 મિલિયન લોકો તેનાથી પ્રભાવિત થઈ શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.