ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ની સાબરમતી નદી(Sabarmati river) સ્યુસાઈડ પોઈન્ટ બની હોય તેવી રીતે રોકેટ ગતિએ મોતની છલાંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદમાં મોડી રાત્રે એક યુવક એલિસ બ્રિજ(Alice Bridge) પર લોખંડની બાંધેલી જાળી કુદીને નદીમાં ઝંપલાવી આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ આવીને તેને બચાવી લીધો હતો. હાલમાં તો પોલીસ યુવકના આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.
View this post on Instagram
બીજી બાજુ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જે વિડીયોમાં તમે જોઈ શકો છો કે, યુવકને બચાવી તેના હાથ બાંધીને રોકી એટલે કે પકડી રાખવામાં આવે છે. આ ઘટના અંગેની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં છેલ્લા એક મહિનામાં સાબરમતી નદીમાં ઝંપલાવવાના અઢળક કિસ્સા સામે આવ્યાં છે.
જોવામાં આવે તો હાલમાં જ તાજેતરમાં સાબરમતી નદીમાં એક 35 વર્ષની ઉમરના યુવકે જમાલપુર બ્રિજ પરથી છલાંગ લગાવી હતી. બ્રિજ પરથી યુવકને નીચે પડતો જોઇને સાબરમતી રિવર ફ્રન્ટમાં સ્વીપર તરીકે કામ કરી રહેલ બરકત નામના યુવકે આપઘાત માટે કુદેલ યુવકને લઈને બ્રિજ નીચેના પીલ્લર પાસે લઈ ગયો હતો. જ્યાં રિવર રેસ્ક્યુ ટીમ પહોચી આવી હતી અને બંનેને બોટમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. આપઘાત માટે ઝંપલાવનાર યુવકનો જીવ આખરે બચી ગયો હતો.
જોવામાં આવે તો રાજ્યમાં દિવસેને દિવસે આપઘાતની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માત્રને માત્ર આપઘાત જ નહિ પરંતુ રાજ્યના કેટલાય શહેર એવા છે કે, જ્યાં ગુનાખોરી, હુમલા, હત્યા અને દુષ્કર્મની ઘટનામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.