શું આ વર્ષે નવરાત્રી થશે? જાણો લોકો શું કહી રહ્યા છે…

કોવિડ-19ના સમયગાળા દરમિયાન આવતા ઓક્ટોબર માસમાં નવરાત્રિ પર્વને લઈને અનેક વાદવિવાદ જોવા મળી રહ્યા છે. 16 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થવાનો છે, પરંતુ અત્યારથી જ ખેલૈયાઓમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળે છે. આ સમયમાં સામાન્ય લોકોમાં બે ભાગ પડી રહ્યા છે. હાલ સમયમાં સુરત શહેરના બે પ્રોફેસરો દ્વારા એક ઓનલાઈન સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે અંતર્ગત 21.89 ટકા લોકોએ નવરાત્રિ આયોજનનો પક્ષ લીધો. અને 51.89 ટકા લોકોએ કોવિડ-19 મહામારીને કારણે ચાલું વર્ષ પૂરતું નવરાત્રિ પર્વના આયોજનને મંજૂરી ન આપવાનો મત દર્શાવ્યો છે.

સુરત શહેરની ભગવાન મહાવીર કોલેજના એમબીએ ના બે પ્રોફેસરો અમિત શાહ અને લલિત ટાંક દ્વારા નવરાત્રિ આયોજન અને પર્વની ઉજવણીને લઈને સુરત શહેરના લોકોનો મિજાજ જાણવા માટે ઓનલાઈન સર્વે દ્વારા લોકોના મત અંગેનો અભ્યાસ કર્યો હતો. આ સર્વેમાં સુરત શહેરના લોકોને સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા નવરાત્રિ પર્વની ઉજવવા માંગો છો કે કેમ? જો તમારો જવાબ હા હોય, તો તેનું કારણ અને ના હોય, તો તેનું કારણ, આ રીતે હા અને ના ના મુદ્દે સૂચનો અંગે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. ઓનલાઈન સર્વેમાં શાળા, કોલેજ, જાહેર જીવન, કોર્પોરેટ સંસ્થા, સહકારી સરકારી સંસ્થા સહિત ઘણા ક્ષેત્ર આ સર્વેમાં જોડાણા હતા. આ સર્વેમાં 482 લોકોએ ભાગ લીધો હતો અને આ લોકોએ પોતાના મંતવ્યો રજૂ કાર્ય હતા.

ભગવાન મહાવીર કોલેજના પ્રોફેસર અમિત શાહના જણાવ્યા અનુસાર, નવરાત્રિ પર્વના આયોજન અંગે ઓનલાઈન સર્વે અને ડેટા એનાલિસિસ માટે ઘણા દિવસો લાગ્યા હતા.આ દરમિયાન 482 લોકોમાંથી 26.5 % લોકોએ નવરાત્રિ પર્વના આયોજન અંગે અસહમતી આપી હતી. આ લોકોએ જાહેર કાર્યક્રમોની સ્થાને ઘરમાં જ પરિવાર સાથે ઉજવણી કરવાનો મંતવ્ય રજૂ કર્યો હતો. જ્યારે 51.89 % લોકોએ કોરોના નાં ડર થી અને સાવચેતીને ધ્યાનમાં રાખી ચાલું વર્ષે માટે નવરાત્રી ઉજવણી ન કરવાનો મંતવ્ય રજુ કર્યો હતો. તેની સાથે જ સરકારી તંત્રએ ચાલું વર્ષે નવરાત્રિ પર્વની ઉજવણીને મંજુરી ન અપાઈ એવું પણ કહેવામાં આવ્યું હતું. ઉપરાંત, 21.89 ટકા લોકો નવરાત્રી પર્વની ઉજવણી માટે ઉત્સુક જણાયા હતા અને આ લોકોએ સાવચેતી અંગેની તકેદારી સાથે જ નવરાત્રિ પર્વની ઉજવણીને મંજૂરી આપવા માટે પક્ષ લીધો હતો.

નવરાત્રિ પર્વની ઉજવણી અને આયોજન માટે સુરત શહેરવાસીઓનાં સૂચનો
કોરોના મહામારીથી બચવા સોશિયલ ડિસ્ટન્સિંગની શરતે ઉજવણી આયોજનને પરવાનગી આપવી. શક્ય હોય તો અમુક નક્કી કરેલી મર્યાદિત સંખ્યામાં કરી શકાય. હાલ ચાલુ વર્ષે કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને નવરાત્રિ આયોજનમાં નાસ્તો કે ગેટ ટૂ ગેધર જેવા કોઈ પણ કાર્યક્રમો ન થાય, તેની કાળજી રાખવી જોઈએ.

વર્ચ્યુઅલ નવરાત્રિનો ઉપાય પણ અજમાવી શકાય, ખેલૈયાઓ સિવાય બીજા લોકો પણ વીડિયો કોલિંગ દ્વારા જોડાઈ શકે એવી સુવિધા કરવી. કોરોના મહામારીમાં જો નવરાત્રિની ઉજવણી કરવામાં આવે તો સંગીત અને ગરબાને ના લીધે લોકોને ચિંતામુકત વાતાવરણ મળી રહેશે. હકારાત્મક અભિગમ મળશે.

હાલના વર્ષે નવરાત્રિ પર્વની ઉજવણીમાં 20 કે 30 મિનિટ માટે યોગનો કાર્યક્રમ પણ રાખી શકાય. યોગના લીધે લોકોમાં યોગ પ્રત્યે જાગૃતતા આવે છે. નવરાત્રિ પર્વની ઉજવણીમાં ઉકાળો અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય એવો ખોરાક, ખાદ્યસામગ્રીને નાસ્તામાં રાખવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *